નાની બહેન બની જવતલીયો, મોટી બહેનના લગ્નમાં જવતલ હોમી ભાઇની ફરજ નિભાવી

દિકરીના લગ્ન હોય ત્યારે સાત ફેરા ફરતી વખતે કન્યાનો ભાઇ જવતલ હોમી બહેનના હાથે અગ્નીમાં આહુતી અપાવે તેવી પરંપરા છે. અને આથી જ ભાઇને લાડમાં જવતલીયો પણ કહેવામાં આવે છે.

ભાઇ બહેનના અપાર હેતની આ પ્રણાલી આજે પણ લગ્ન પ્રસંગે અકબંધ છે. સંજોવવશ જો કન્યાને કોઇ ભાઈ ન હોય તો કૌટુંબ ભાઇઓ પણ જવતલ હોમીને બહેનના હેતની પરંપરા જાળવે છે.

આ પ્રસંગ સુરેનદ્રનગર જિલ્લાના ચુડા ગામનો છે. દિવ્યકાંતભાઇ રાવલને સંતાનમાં બે દિકરીઓ જ હતી. બંને દિકરીને દિકરાથી વિશેષ લાડ પ્રેમથી ઉછેર કરનાર આ પરિવારમાં મોટી દિકરી નિધીનો તા. 7 ડિસેમ્બરના રોજ લગ્નનો રૂડો અવસર હતો.

વાજતે ગાજતે જાન સાથે આવેલો લાડો અને લાડી ચોરીમાં સપ્તપદીના ફેરા ફરવા માટે બેઠા ત્યારે જવતલ હોમવાની વિધી આવી એ સમયે પિતાજી એ કહયુ કે મારે ભલે દિકરો ન હોય પરંતુ મારી નાની દિકરી… નીષા મારા માટે દિકરાથી કાઇ કમ નથી. આથી જવતલ હોમવાની વિધી દિકરી નિષા કરશે.

આમ નાની બહેન સાફામાં સજજ બની આવી અને મોટી બેનના લગ્નમાં જવતલ હોમીને ભાઇની પરંપરા તો નિભાવી હતી પરંતુ સાથે સાથે દિકરીઓ હવે દિકરા સમાન બની ગઇ હોવાની ભાવના પણ ઉજાગર કરી હતી.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *