78 વર્ષનાં વૃદ્ધ માતાએ 55 વર્ષના દીકરા માટે વેન્ટિલેટર બેડ છોડી પરિવારના મોભીનો જીવ બચાવ્યો

માણસને સૌથી વધારે શું વહાલું હોય ? સ્વાભાવિક છે પોતાનો જીવ પરંતુ પોતાનો જીવ ત્યજીને બીજાનો પરિવાર ઉજાળવો એતો સતયુગની વાર્તાઓમાં જ જોવા મળતું હોય છે પણ નહિ આવા કળિયુગમાં પણ આવો કિસ્સો મૂળ સાણંદના અને અમદાવાદમાં રહેતા પરિવારમાં જોવા મળ્યો હતો.

મૂળ સાણંદના બ્રહ્મપોળના રહેવાસી રાજેન્દ્રભાઇ ત્રિવેદી જેઓ વર્ષ 1998માં અમદાવાદના વાસણા ખાતે નંદન સોસાયટીમાં શિફ્ટ થયા હતા. ગત તા.29 એપ્રિલના રોજ રાજેન્દ્રભાઇના માતા ભાનુમતીબેન પ્રવિણચંદ્ર ત્રિવેદીને કોરોનાની સારવાર અર્થે અમદાવાદ સોલા સિવિલમાં ખસેડાયા હતા.

ગત સોમવારે એટલેકે 5 મેના રોજ તબિયત વધુ લથડતા સોલા સિવિલ હોસ્પિટલના ડો. આશિષ દેસાઈએ રાજેન્દ્રભાઈને જણાવ્યું કે ભાનુમતીબેનના ફેફસા વધારે ડેમેજ હોવાથી વેન્ટિલેટર બેડ જોઈશે અને સદ્નસીબે એજ દિવસે સાંજે વેન્ટિલેટર બેડની વ્યવસ્થા થઇ પણ ગઈ છે.

ડો દેસાઈએ રાજેન્દ્રભાઈને બોલાવીને વાત કરી અને જણાવ્યું કે અન્ય એક પરિવારના આધાર સમા 55 વર્ષીય આધેડને પણ વેન્ટિલેટરની જરૂર છે જો તેને સમયસર વેન્ટિલેટર નહિ મળે તો તે નહિ બચી શકે જો તમારા માતા વેન્ટિલેટર બેડ છોડવા તૈયાર થાય તો તે જિંદગી બચી જાય તેમ છે.

રાજેન્દ્રભાઈએ વાત માતાને જણાવતા માતા તુરંત તૈયાર થઇ ગયા તેમણે કહ્યું કે જો 55 વર્ષીય ઘરના મોભીનો જીવ બચતો હોય તો મારે વેન્ટિલેટર નથી જોઈતું. આ વાત જાણી રાજેન્દ્રભાઇ અને પત્ની ભાવનાબેને સૂરમાં સુર પુરાવ્યો અને વેન્ટિલેટર છોડ્યું અને જિંદગી બચાવી બાએ બુધવારે દેહ છોડ્યો.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *