અક્ષય કુમાર માટે દુર્લભ સન્માન: ગૃહમંત્રી અમિત શાહ માટે તેમની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ નું સ્ક્રિનીંગ કર્યુ હોસ્ટ

તાજેતરમાં જ બોલિવુડ એકટર અક્ષય કુમારે ગૃહમંત્રી અમિત શાહ માટે તેમની આગમી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ની સ્પેશિયલ સ્ક્રીનિંગ હોસ્ટ કરવાનો અનુભવ જણાવ્યો હતો અને તેને ‘દુર્લભ સન્માન’ ગણાવ્યું હતું.

અક્ષય કુમાર અભિનિત ‘સમ્રાટ પૃથ્વીરાજ’ નિર્ભય રાજા પૃથ્વીરાજ ચૌહાણ ના જીવન પર આધારિત છે. સુપરસ્ટારે સુપ્રસિધ્ધ યોધ્ધાની ભુમિકા નિભાવી છે જેણે ઘોર ના મુહમ્મદ સામે હિંમતભેર લડત આપી હતી. ગૃહમંત્રી અમિત શાહે તેના પરીવારના સભ્યો તથા અક્ષય કુમાર સાથે ૧ જુન, બુધવાર ના રોજ નવી દિલ્હી માં આ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ જોયા પછી તેની ખુબ જ પ્રશંસા કરી હતી અને ફિલ્મ ને મહિલા સશક્તિકરણ ની વાર્તા ગણાવી હતી.

અક્ષય કુમારે ટ્વીટ કરીને લખ્યુ, ‘’મારા માટે ખુબ જ ભાવનાત્મક અને ગૌરવપૂર્ણ સાંજ. માનનીય ગૃહમંત્રી અમિત શાહજીને સમ્રાટ પૃથ્વીરાજ જોતાં જોવાનું મને દુર્લભ સન્માન મળ્યું.’’ આ ફિલ્મમાં સંજય દત્ત અને સોનુ સુદ પણ છે. સમ્રાટ પ્રુથ્વીરાજ ૩ જુને હિન્દી, તેલુગુ અને તમિલમાં રીલીઝ થવાની છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.