અમદાવાદ : દોરી વાગવાથી યુવક નુ ગળુ કપાયું ! 17 ટાંકા લીધા બાદ જીવ બચ્યો..
ગઈ કાલે ઉતરાયણ મા અનેક દોરી વાગવાની ઘટનાઓ સામે આવી છે ખાસ કરી ને વાહનચાલકો ને પતંગ ની દોરી વાગવાની ઘટના ઓ સામે આવી છે. Divyabhaskar ના અહેવાલ મુજબ રાજ્યમાં સાંજ સુધીમાં 248 લોકોના પતંગની દોરીથી ઈજાઓ પહોંચી જયારે અમદાવાદમાં સૌથી વધુ 74 લોકોને દોરીથી ઈજા થઈ. અમદાવાદ ની અન્ય એક ઘટના પર નજર નાખીએ તો યુવક ને દોરી વાગવાથી 10 ટાંકા આવ્યા હતા છતા જીવ બચી ગયો હતો.
આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદના નરોડા રહેતા 21 વર્ષિય યુવક પ્રિયાંક પારેખ સાથે આ ઘટના બની હતી જેમા તેવો પોતાના મિત્રના ઘરે બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે રસ્તા મા અચાનક ગળા ના ભાગે પતંગ ની દોરી ફસાઈ હતી અને ગંભીર ઈજા પહોચી હતી. દોરી થી લાગે લી ઈજા એટલી ગંભિર હતી કે યુવક નુ ઘણુ લોહી વહી ગયુ હતુ.
જ્યારે અન્ય એક યુવક પ્રિયાંક ને તાત્કાલીક સનરાઇઝ હોસ્પિટલમાં પહોંચાડયો હતો જયાં તબીબો તે તાત્કાલિક ઈમરજન્સી સારવાર આપવાનુ ચાલુ કર્યુ હતું ડોક્ટર ના જણાવ્યા અનુસાર પ્રિયાંક ને ઘણુ લોહી વહી ગયુ હતુ અને બ્લડપ્રેશર પણ લો થઈ ગયું આ ઉપરાંત ઈજા એટલી ગંભિર હતી કે અંદર 7 અને બહાર 10 એમ કુલ 17 ટાંકા આવ્યા હતા.પ્રિયાંક ને તાત્કાલીક યુવકે જો હોસ્પીટલ ના પહોંચાડયો હોત તો કાંઈક અનહોની થય સકેત આ ઉપરાંત ડોક્ટર ની પણ તાત્કાલીક સારવાર અને મેહનત બાદ એક કલાંક બાદ યુવક ખતરા ની બહાર આવી ગયો હતો અને યુવક નો જીવ બચ ગયો હતો.