અમદાવાદ મા યુવકે આત્મહત્યા કરતા પહેલા વિડીઓ મા કીધું કે “મારા માતા પિતા નુ નામ…
આત્મહત્યાના અનેક બનાવ બનતા હોય છે, ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની કે તમને જાણીને ખૂબ જ આશ્ચય થશે અને દુઃખની લાગણી અનુભવશો. આપણે જાણીએ છે કે, હાલના સમયમાં અનેક યુવાનો અને યુવતીઓ પોતાના જીવન થી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી દે છે. ત્યારે હાલમાં જ એક અમદાવાદનાંયુવકે આત્મહત્યા કરતા પહેલા વિડીઓ મા જે કહ્યું એ ચોંકાવનારું હતું.
ખોખરા વિસ્તારમાં રહેતા યુવકે આત્મહત્યા કરી છે. યુવકે આત્મહત્યા કરતા પહેલા સોશિયલ મીડિયા પર વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો હાલ વાયરલ થયો છે. જેમા તેણે માનસિક દબાણમાં આવીને આત્મહત્યા કરી હોય તેવું લાગી રહ્યું છે. યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આપઘાત કરતા પહેલા તેણે એક વીડિયો બનાવ્યો હતો.
વીડિયોમાં યુવકે કહ્યું કે માતા પિતાની ઈજ્જત ન જાત એટલે આવું કરું છું.જુવાન દિકરાના મોતને કારણે માતાપિતા આઘાતમા સરી પડ્યા છે. વીડિયોમાં યુવક કોની વાત કરી રહ્યો હતો. કોને માફી માગી રહ્યો હતો તે હજું સામે નથી આવ્યું આ મામલે માતા પિતા પણ તપાસ કરી રહ્યા છે.
યુવક હાટકેશ્વર સર્કલ પાસે ભાડાના ઘરમાં રહેતો હતો. છેલ્લા 9 વર્ષથી તે એક ગારમેન્ટ ફેક્ટરીમાં કામ કરતો હતો. પરંતુ છેલ્લા એક વર્ષથી તે નારોલમાં આવેલ ગારમેન્ટ કંપનીમાં નોકરી કરતો હતો. છેલ્લા ઘણા સમયથી તે તણાવામાં હતો . પરંતુ તેને લઈ વાતને લઈને ટેન્શન હતું તે હજું સામે નથી આવ્યું ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ છે, કારણ કે અનેક લોકો આ ઘટના ને લીધે પોતાના પરિવાર દુઃખી કર્યા છે.