આજ પછી તમે પણ નહીં ફેકો બટાકાની છાલ, આ રીતે બનાવી શકાય છે બટાકાની છાલની સ્વાદિષ્ટ ડીશ

ભારત જ નહી દુનિયાના લગભગ તમામ દેશોમાં બટાકા ખાવામાં આવે છે. દેશમાં ઘણા પ્રકારની શાકભાજીમાં બટાકાનો ઉપયોગ થતો જ હોય છે. ત્યારે બટાકાને ઘણી રીતથી ખાવામાં આવે છે. આમ તો બટાકાની છાલમાં અનેક પૌષ્ટિક તત્વ હોય છે, છતાં લોકો બટાકાની છાલ કાંઢીને ફેકી દે છે. પરંતુ આજે અમે તમને ન માત્ર છાલના ગુણો વિશે જણાવીશું પણ તે છાલથી એવી ડિશ બનવવાની પણ શીખવીશું કે આગળ જતા તમે પણ આ છાલને નહી ફેકો.

-બટાકામાં સૌથી વધું કાર્બ અને સ્ટાર્ચ સામેલ હોય છે. બટાકાને ઘણી રીતથી ખાવામાં આવે છે. તમે તેને બોઈલ કરીને ખાઈ શકો છો અથવા પછી તેને ફ્રાઈ કરીને પણ ખાઈ શકાય છે.

-કેટલાક લોકો બટાકાની ડિશ બનાવતા સમય તેની છાલને કાંઢીને ફેકી દે છે. પરંતુ તમને જણાવીએ કે આ ખોટી રીત છે. બટાકાની છાલ કયારેય ફેકવી ના જોઈએ. બટાકાથી વધું પૌષ્ટિક ગુણ તેની છાલમાં હોય છે.

-બટાકાની છાલમાં પોટેશિયમ ખૂબ માત્રામાં મળી આવે છે. તેને ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. સાથે જ તેના ગુણોના કારણે તમે અનેક બીમારી દૂર કરી શકો છો. છતાં લોકો બટાકાની છાલ ફેકી દે છે.

-બટાકાની છાલ ખાવાથી શરીરનું મેટાબોલિજ્મ યોગ્ય રહે છે. સાથે જ જો શરીરમાં આયરનની ઉણપ છે તો પણ બટાકાની છાલ ખાવી જોઈએ. આજે અમે તમને બટાકાની છાલથી બનાવવામાં આવતી ડિશ વિશે જણાવીશું.

-બટાકાની છાલને સારી રીતે ધોઈ લો. તેમાં હવે હળદર, લાલ મરચું પાઉડર, કોથમીર પાઉડર ઉમેરો અને 5 મિનીટ માટે ઓવનમાં બેક કરી લો. હવે ઉપરથી ચાટ મસાલો નાંખી ચિપ્સ ખાઓ.

-તમે જયારે બટાકાની શાકભાજી બનાવો, ત્યારે તેમાથી છાલ ના કાંઢો. શાકભાજીને છાલ સાથે બનાવવાથી સ્વાદિષ્ટ પણ બનશે અને બટાકાની છાલના ગુણ પણ મળશે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.