આ અભિનેત્રીઓને લોકપ્રિયતા મળતાં જ તેમના બોયફ્રેન્ડને છોડીને આ યુવકો સાથે લગ્ન કર્યા!

બોલીવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે, જેમને જ્યારે બોલીવુડમાં કોઈ ન ઓળખતું હતું ત્યારે બોલિવુડના આ અભિનેતાઓ સાથે તેમનું અફેર હતું અને જ્યારે  તેમને બોલીવુડમાં સફળતા મળી ત્યારે તેમના બોયફ્રેન્ડ થી અલગ થઈને બોલીવુડ અને હોલિવુડના અભિનેતાઓ સાથે લગ્ન કર્યા ચાલો ત્યારે આ અભિનેત્રીઓ વિશે જાણીએ.

અનુષ્કા યુસુફ બોલિવૂડના સૌથી પ્રિય કપલની યાદીમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ટોચ પર છે પરંતુ વિરાટ પહેલા અનુષ્કાનું હૃદય મોડેલ જોહેબ યુસુફ માટે ધબકે છે. અનુષ્કા શર્મા અને જોહેબ યુસુફ તેમના મોડેલિંગ દિવસોમાં બેંગ્લોરમાં એક બીજાને મળ્યા હતા. પાછળથી બંને નસીબ અજમાવવા મુંબઇ આવ્યા અને એકબીજાને બે વર્ષ સુધી ડેટ કરી હતી.  જો કે, અનુષ્કાને યશરાજ બેનર ફિલ્મ ‘રબ ને બના દી જોડી’ મળી તે પછી જ બંને વચ્ચેના સંબંધો ખાટા થવા માંડ્યા અને બંનેએ એક બીજા થી અલગ થઈ ગયાં. અનુષ્કાએ વિરાટ સાથે લગ્ન કરી લીધા અને આજે તેઓ બંને એક દીકરિના માતાપિતા છે.

દીપિકા પાદુકોણ-નિહાર પંડ્યા- દીપિકા પાદુકોણ અને નિહાર પંડ્યા પણ એવા યુગલોમાં છે જેમણે મોડેલિંગના દિવસોમાં એકબીજાં સાથે ઘનિષ્ઠ સંબંધ હતો. દીપિકા અને નિહારની મુલાકાત પહેલીવાર મુંબઈની એક એક્ટિંગ સ્કૂલમાં થઈ, ત્યારબાદ બંનેએ એક બીજાને ડેટ કરવાનું શરૂ કર્યું.  આટલું જ નહીં, બંને 3 વર્ષ સુધી લિવ ઇન રિલેશનશિપમાં હતા, પરંતુ તે પછી બંનેએ બ્રેકઅપ લેવાનું નક્કી કર્યું અને ત્યારબાદ દીપિકાએ રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધા.

પ્રિયંકા ચોપડા-અસીમ વેપારી બોલિવૂડની દેશી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપડાએ અભિનેતા અસીમ વેપારીને ડેટ કરી રહી હતી.જો કે, નાણાકીય સંકટને કારણે તેમના સંબંધો દિવસેને દિવસે વધુ ખરાબ થતા રહ્યા.  બંને વચ્ચે દરરોજ ઝઘડો શરૂ થયો, જેના કારણે બંનેએ એકબીજાથી અલગ રહેવું વધુ સારું માન્યું પ્રિયકા આજે નિકની પત્ની છે.

આલિયા ભટ્ટ-અલી દાદરકર ,- આલિયા ભટ્ટને રણબીર કપૂરમાં તેમનો સાચો પ્રેમ મળ્યો, પરંતુ અભિનેત્રીનો પહેલો પ્રેમ અલી હતો.આલિયા ભટ્ટ અને અલી દાદરકર બાળપણના મિત્રો છે. એવું કહેવામાં આવે છે કે આલિયાના બોલિવૂડ ડેબ્યૂ પહેલા બંને એક બીજાને ડેટ કરી રહ્યા હતા.  જો કે આલિયાએ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં કામ કરવાનું શરૂ કરતાંની સાથે જ બંને વચ્ચે અંતર વધવા લાગ્યું. સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયાની નિકટતામાં નોંધપાત્ર વધારો થયો હતો, જેના કારણે અભિનેત્રી અને અલી વચ્ચે મુશ્કેલીઓ વધવા માંડી હતી. હવે રણબીર સાથે લગ્ન થવાના એંધાણ દેખાય રહ્યા છે.

ઐશ્વર્યા રાય-રાજીવ મૂળચંદની – સલમાન ખાન સાથેની ઐશ્વર્યાશ્ રાયની લવ સ્ટોરીથી બધા સારી રીતે વાકેફ છે, પરંતુ સલમાન સાથે સંબંધ બાંધતા પહેલા 90 દાયકાની લોકપ્રિય મોડલ રાજીવ મૂળચંદનીને ડેટ કરી દીધી છે. ઐશ્વર્યા રાય અને રાજીવ મૂળચંદનીના સંબંધોના સમાચાર અખબારોના પાના પર આવ્યા હતા.  જો કે, થોડા મહિનામાં જ તેમનો સંબંધ તૂટી ગયો. આજે તે અભિષેકની પત્ની છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *