ગુજરાતી ઉદ્યોગપતિ સવજી ધોળકિયાએ મુંબઈમાં ખરીદયો અધધધ કરોડમાં આલિશાન બંગલો જુવો અંદરથી આવો છે નજારો…
સુરતના ડાયમંડ કિંગ તરીકે જાણીતા ઉદ્યોગપતિ સવજી ધનજી ધોળકિયા હીરાનું ઉત્પાદન અને નિકાસ કરતી કંપની હરિ ક્રિષ્ના એક્સપોર્ટ્સ (HK) ના સ્થાપક અને ચેરમેન છે. તેમની કુલ સંપત્તિ 1.3 બિલિયન યુએસ ડોલર માનવામાં આવે છે. તેમને સામાજિક ક્ષેત્રે ઉત્તમ યોગદાન બદલ 2022માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
ગુજરાતના અમરેલી જિલ્લાનાખેડૂતસુરતમાં 19886 સ્કેવર ફીટમાં આવેલ આ આલિશાન બંગલાનું નામ પન્હાર બંગલો છે. જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર તથા 6 ફ્લોર આવેલા છે. 30 જુલાઈના રોજ થયેલ બંગલાના રજિસ્ટ્રેશન અનુસાર, આ બંગલો એસ્સાર ગ્રૂપ (Essar Group) ની કંપની આર્કય હોલ્ડિંગ્સ દ્વારા વેચવામાં આવ્યો છે. ઘનશ્યામ ધોળકિયાના નામથી રજિસ્ટર્ડ થયેલ આ 7 માળના બંગલામાં 15 એપાર્ટમેન્ટ છે. ‘પનહાર’ બંગલામાં ગાર્ડન, બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર છે. જે 7 માળમાં પથરાયેલું છે. ઘનશ્યામભાઈના કુટુંબના 36 સભ્યો માટે અહીં 36 ભવ્ય બેડરૂમ છે.
સવજીભાઈ ધોળકિયાના ભાઈ એ જણાવ્યું કે “અમે અમારા સ્ટાફ અને પરિવારના સભ્યોને સમાવવા માટે કેટલીક મિલકત શોધી રહ્યા હતા. અમે તેને એસ્સાર પાસેથી ખરીદ્યું છે અને તે એવા સ્થાન પર છે જ્યાંથી અમારા કાર્યસ્થળ અને ઓફિસો સરળતાથી પહોંચી શકાય છે”.
વધુમાં તમને જણાવી દઈએ કે, ધોળકિયા ફેમસ ડાયમંડ કિંગ દર વર્ષે પોતાના સ્ટાફને બોનસ તરીકે કાર, ફ્લેટ અને દાગીના જેવી કિંમતી વસ્તુઓ આપવા માટે પ્રખ્યાત છે.