જમીન પર બેસીને જમવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, આટલા ફાયદા વિશે કયારેય નહી વિચાર્યું હોય

ખુરશી અથવા બેડ પર બેસવા કરતાં જમીન પર બેસવું કેટલાય ઘણું ફાયદાકારક હોય છે. ભારતમાં જમીન પર બેસીને જમવાની પ્રથા ઘણી જૂની છે. આજે પણ ગામડામાં લોકો જમીન પર બેસીને જમવાનું પસંદ કરે છે. પરંતુ જમીન પર બેસવાથી સ્વાસ્થ્યને કેટલાય પ્રકારના ફાયદા થાય છે. તેનાથી પાચનશક્તિમાં સુધારો થાય છે અને શરીરની ફેલ્કસીબિલીટી જળવાઇ રહે છે.

હિન્દુ ધર્મમાં અનેક પરંપરાઓ છે. આ પરંપરાઓ આપણાં રોજિંદા જીવન સાથે પણ જોડાયેલી છે. હિન્દુ ધર્મમાં એક પરંપરા જમીન પર બેસીને જમવાની પણ છે. બદલાતી જીવન શૈલી સાથે હવે આ પરંપરા પણ લુપ્ત થઈ ગઈ છે, કારણ કે લોકો આજે પોતાના ઘરમાં ટેબલ-ખુરશી પર જમે છે. આ પરંપરા સાથે જોડાયેલા ઘણાં ફાયદા પણ આયુર્વેદમાં જણાવવામાં આવ્યાં છે. આજે અમે તમને આ જ ફાયદા વિશે જણાવીશું. જે આ રીતે છે. જાણો જમીન પર બેસવું ફાયદાકારક કેમ છે અને તેનાથી સ્વાસ્થ્યને કયા ફાયદાઓ પહોંચે છે.

1. જમીન પર બેસીને ભોજન કરવાથી કરોડરજ્જુ અને પીઠથી જોડાયેલી તકલીફ નથી રહેતી. કમર, કેડના સાંધો અને ઘુટણની કરસત થાય છે.

2. હૃદયના દર્દીએ હંમેશા નીચે બેસીને જ ભોજન કરવું જોઈઆ. ભોજન જ્યારે જમની પર બેસીને ખાવામાં આવે છે ત્યારે લોહીનો સંચાર હૃદય સુધી સરળતાથી થાય છે.

3. જમીન પર બેસીને ખાવાથી કેડના સાંધો, ઘૂંટણ અને પગની ઘૂંટી સુગમ બને છે. આ સુગતમાથી સાંધોને સરળ રાખે છે, જે આગળ જતા બેસવા-ઉઠવાની મુશ્કેલી નથી આવતી.

4. જ્યારે તમે નીચે બેસીને ભોજન કરો છો તો તમે જે સ્થિતિમાં બેસો છો તે સુખાસન હોય છે અથવા પદમાસન. આ બંને આસન પાંચન ક્રિયાને મજબૂત બનાવે છે.

5. જમીન પર બેસીને ખાવાનું ધીમે-ધીમે ખવાય છે. જેથી ઓછું ભોજન ખાઈ શકાય છે અને શરીર માટે ખૂબ જ સારૂ છે.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *