ડાયાબિટીસ દર્દીઓ જરૂર રાખો આ 4 વાતોનું ધ્યાન, શુગર લેવલ કાબૂ કરવામાં મળશે ચોક્કસ મદદ
ભારતને ડાયબિટીસનું પાટનગર કહેવામાં આવે છે, એવું એટલા માટે, કારણ કે અહીં લોકોને ખબર જ નથી હોતી કે તે આ ગંભીર બીમારીથી પીડિત છે. આંતરાષ્ટ્રીય ડાયાબિટીસ મહાસંઘના રિપોર્ટ પ્રમાણે દુનિયાભરમાં 42 કરોડથી વધું લોકો ડાયાબિટીસથી અસરગ્રસ્ત છે. આ એક મેટાબોલિક ડિસોર્ડર છે, જે શરીરમાં ઈન્સુલિનની ઉણપના કારણ થાય છે. આ રોગ દર્દીના શરીરને અંદરથી ખોખલું બનાવી નાંખે છે અને તેનાથી બીજી બીમારીઓની ઝપેટમાં આવવાનો ખતરો પણ વધી શકે છે. એવામાં તેના પર નિયંત્રણ લગાવવું અત્યંત જરૂર છે. આરોગ્ય નિષ્ણાંતનું માનવું છે કે કેટલીક વાતોનું ધ્યાન રાખીને બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરી શકાય છે. તો આવો જાણીએ કઈ છે આ ચાર વાતો…
સમયસર કરો નાસ્તો એક રિસર્ચ પ્રમાણે, સવારે વહેલો નાસ્તો કરવાથી ડાયાબિટીસ ટાઈપ 2નો ખતરો ઓછો થાય છે. આ રિસર્ચ મુજબ, જે લોકો સવારનો નાસ્તો સાડા 8 વાગ્યાથી પહેલા કરી લે છે તેમાં બ્લડ શુગરનું સ્તર નિયંત્રિત રહે છે અને ઈન્સુલિન પ્રતિકારકની મુશ્કેલી પણ નથી થતી. આથી ડાયાબિટીસ ટાઈપ 2નો ખતરો ઘટે છે. એવામાં ઉઠીને 2 કલાકની અંદર જ નાસ્તો કરો.
સમજી વિચારીને કરો ડાયટ તૈયાર હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે ડાયાબિટીસ દર્દીઓ માટે ભોજન માત્ર પેટ ભરવું જ નથી હોતુ, પણ આથી શરીરને પોષણ મળે છે. સમયસર ખાવાથી જ્યાં શરીરમાં શુગલ લેવલ કાબૂમાં રહે છે, તેમજ હાઈ ગ્લાઈસેમિક ઈન્ડેક્સ યુક્ત ભોજન કરવાથી શરીરમાં બ્લડ શુગરનું સ્તર પણ વધી શકે છે. એટલા માટે ડાયટમાં શું ખાવાનું છે તે સમજી-વિચારીને નક્કી કરવું જોઈએ.
નિયમિત કરો યોગ તેમજ વ્યાયામ એક્સપર્ટસના જણાવ્યા પ્રમાણે શારીરિક રૂપથી સક્રિય રહેવાથી બ્લડ શુગર કંટ્રોલ કરવું આસાન થઈ જાય છે. માનવામાં આવે છે કે જે લોકો નિયમિત રીતે યોગા અથવા એક્સસાઈજ કરે છે તેમાં ડાયાબિટીસથી જોડાયેલી જટિલતાઓ ઓછી જોવા મળે છે.
શુગર લેવલ પર રાખો નિરક્ષણ સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું માનવું છે કે ડાયાબિટીસ દર્દીઓનું જ્યારે શુગર લેવલ વધી જાય છે તો આથી દર્દીઓને અનેક અન્ય તકલીફ પણ થઈ શકે છે. જેમના કારણે દર્દીએ આંખ, કિડની, હૃદય અને મગજને લગતા રોગ થઈ શકે છે. એવામાં શુગર લેવલ પર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.