દીપિકાએ અટલા વર્ષો પછી જણાવ્યું રણવીર સાથે લગ્ન કરવાનું કારણ…….

બોલીવુડમાં દીપિકા પાદુકોણ પોતાની આગવી ઓળખ ધરાવે છે. પોતાની મનમોહક અદા અને પડદા ઉપર કરવા માં આવતા ઉત્ક્રષ્ટ અભિનયના કારણે દીપિકા બાળકોથી લઈને વૃધ્ધો સુધી તમામ ના હ્રદય માં રાજ કરે છે દીપિકા પાદુકોણની અભિનયના કારણે તો ચર્ચા થાય જ છે સાથોસાથ અંગત જીવન ના કારણે પણ દીપિકા ચર્ચામાં રહે છે.

 

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન ૨૦૧૮ માં થયા હતા.રણવીર સિંહ અને દીપિકા ની જોડી દર્શકો ને ઓન સ્ક્રીન પસંદ આવે જ છે સાથેસાથે ઓફ સ્ક્રીન પણ એટલી જ પસંદ કરવામાં આવે છે.દીપિકા ને રણવીરે ઘણા બધા ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું છે કે લગ્ન પહેલા ઘણાબધા વર્ષો સુધી એકબીજાના પ્રેમમાં હતા એટલે જ દીપિકા અને રણવીર સિંહના પ્રેમની ચર્ચા હમેશા આખા બોલીવૂડમાં થતી આવી છે.

તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણે પતિ રણવીર સિંહ સાથે લગ્નના કારણ અંગે ખુલીને વાત કરી હતી. દીપિકાના કહેવા પ્રમાણે રણવીરમાં એ બધા જ ગુણ છે જે દીપિકાને પસંદ છે. રણવીર જયારે દીપિકાને પહેલીવાર મળ્યા ત્યારે તેમણે દીપિકાને કહ્યું કે મારે તારા મિત્ર બનવું છે, ત્યાર પછી આ મિત્રતા પ્રેમ માં પરિણમી ત્યાર પછી ૮ વર્ષ ના લાંબા સમય પછી અમને લાગ્યું અમારે લગ્ન કરી લેવા જોઈએ.

વધુ માં દીપિકા એ રણવીર માટે કહ્યું રણવીર મને મારા થી વધુ ઓળખે છે અને મને બહુ પ્રેમ કરે છે, મને લાગે છે રણવીર સાથે લગ્ન કરવાનો નિર્ણય મારી જિંદગીનો સૌથી સારો નિર્ણય છે.

દીપિકા અને રણવીર જયારે પ્રેમમાં હતા ત્યારે વાત એવી પણ આવી હતી કી વર્ષ ૨૦૧૮ માં ઇટલી માં ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા, આ લગ્ન માં નજીકના સગા સંબંધી અને ખાસ મિત્રો જ હાજર રહ્યા હતા, જો કે આ વાત ને ક્યારેય દીપિકા અને રણવીરને મીડિયા સામે સ્વીકાર કર્યો નથી પરંતુ મીડિયાથી કોઈ વાત છુપી ના રહી શકે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *