દેશ ના એવા સુદર IAS અધીકારી સૃષ્ટી દેશમુખ જાણો તેમના વિશે વિગતે
દેશની સૌથી સૌંદર્યવાન IAS અધિકારીઓમાં એકથી પાંચમાં સ્થાન પ્રાપ્ત કરનાર અને લાખો ફોલોઅર્સ ધરાવનાર સૃષ્ટિ દેશમુખ હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. બૉલીવુડ હિરોઈનને પણ ઝાંખી પાડી દે તેવી સુંદર સૃષ્ટિ દેશમુખે નાની ઉંમરે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે.
“મેં ઘણા કોચિંગ ક્લાસ જોઇન્ટ કર્યા. ક્લાસમાં તમને ફક્ત માર્ગદર્શન આપવામાં આવે છે. પરંતુ મહેનત તો તમારે જ કરવાની છે. રોજની 6-7 કલાક યોગ્ય રીતે મહેનત કરો તો તમે UPSC થઈ શકો છે…” આ શબ્દો છે સૃષ્ટિ દેશમુખના. હા, 2018માં કનિષ્ક કટારીયા સમગ્ર દેશમાં પ્રથમ રેન્ક લઈ પાસ થયો ત્યારે સૃષ્ટિ દેસમુખ સમગ્ર દેશમાં પાંચમા રેન્ક સાથે અને મહિલા શ્રેણીમાં પ્રથમ રેન્ક સાથે દેશની સૌથી મોટી અને અઘરી UPSCની પરીક્ષા પાસ થઈ.
પિતા જયંત દેશમુખ પ્રાઇવેટ કંપનીમાં એન્જીનીયર છે અને માતા પ્રાથમિક શિક્ષક. એક આદર્શ શિક્ષિત પરિવારમાં જન્મેલી સૃષ્ટિ નાનપણથી જ ભણવામાં હોંશિયાર હતી. નાનપણથી જ તેણે IAS બનવાનું સપનું સેવેલું. માતા-પિતાનું સતત માર્ગદર્શન અને હૂંફ મળી અને પોતાની યોગ્ય દિશાની મહેનત કામ કરી ગઈ. સૃષ્ટિનો જન્મ કસ્તુરબાનગર, ભોપલ(મધ્યપ્રદેશ) ખાતે થયેલો. ઉછેર અને અભ્યાસ પણ ભોપાલમાં જ થયો.
‘વધારે સમય વાંચવા કે ભણવાથી નહિ પરંતુ યોગ્ય રીતે યાદ રહે તેમ વાંચવાથી સફળતા પ્રાપ્ત કરી શકાય છે.’ એવું વારંવાર કહેનારી સૃષ્ટિ જાત મહેનત ઉપર વધુ ભાર આપે છે. રાજીવ ગાંધી પ્રદ્યોગિક વિશ્વવિદ્યાલય, ભોપલ ખાતેની લક્ષ્મીનારાયણ કોલેજ ઓફ ટેકનોલોજીમાં કેમિકલ એન્જીનીયરીંગમાં બીટેકનો અભ્યાસ કરનારી સૃષ્ટિ આ અભ્યાસની સાથેસાથે UPSC ની તૈયારી પણ કરે છે. ફક્ત 23 વર્ષની ઉંમરે દેશની સૌથી મોટી પરીક્ષા ટોપ રેન્ક સાથે પાસ કરનાર સૃષ્ટિનો નાનો ભાઈ હાલ ધોરણ-9માં અભ્યાસ કરે છે. સૃષ્ટિને સંગીત સાંભળવું અને યોગા તથા મેડિટેશન ગમે છે. સમાજશાસ્ત્ર વિષય સાથે UPSC થનાર સૃષ્ટિ આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહે છે કે.
“ધ્યાન દઈને વાંચો. કેટલું વાંચો છે તે નહિ, પણ કેટલું ધ્યાનથી વાંચો છો તે મહત્વનું છે. શરૂઆત રોજના 5-6 કલાક વાંચનથી કરો. ધીમેધીમે સમય વધારતા જાઓ. વર્તમાન સંદર્ભ (કરન્ટ અફેર્સ)થી ખાસ વાકેફ રહો. મેં સોશિયલ મીડિયાના બધા એકાઉન્ટ બંધ કરી દીધેલા. ફક્ત ઈન્ટરનેટનો ઉપયોગ કરતી. કોચિંગ કલાકમાં તમને તૈયારી કેમ કરવી એનું માર્ગદર્શન મળે છે. તૈયારી તો તમારે જ કરવાની હોય છે. જાત સાથે કમિટમેન્ટ કરો તો કોઈ કામ અશક્ય નથી.”
સૃષ્ટિ દેશમુખ ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે તેવી મંગલ કામના.
-ડૉ.સુનીલ જાદવ