પંજાબ: 50 ફૂટની ઊંચાઈએથી અચાનક ટાવર નો ઝૂલો નીચે પડતાજ મચી ગયો ખળભળાટ અને કુલ 16 લોકો…જુઓ વિડિઓ

તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અવાર નવાર એવા ચોકાવનારા વિડિયો જોતા હશો જેને તમે ખુબજ પસંદ કર્તા હશો. તેમજ સોશિયલ મીડિયા પર લોકો અવાર નવાર વાઇરલ વિડિઓ મુકતા હોઈ છે. જેમ કે મનોરંજન, ડાન્સ, કોમેડી, વગેરે તેમજ ઘણી વખત અમુક વિડિઓ એવા હોઈ છે જે જોઈ આપણે પણ ડરી જતા હોઈએ છીએ હાલ એક ટ્વિવોજ અકસ્માત નો વિડિઓ સામે આવી રહ્યો છે જેમાં એક મેળામાં મોટો ચરખો એકજ સાથે લોકો ની સાથેજ નીચે ભટકાઈ છે જેમાં લોકો ખુબજ ઇજા પામ્યા છે.

વાત કરીએ તો આ અકસ્માતનો વિડિઓ પંજાબના મોહાલીમાંથી સામે આવી રહ્યો છે જ્યાં રવિવારે એક મોટી દુર્ઘટના બની છે હતી. શહેરના ફેજ આઠના દશેરા ગ્રાઉન્ડના મેળામાં એક ઝૂલો પડતા 16 લોકો ઘાયલ થયા હતા. જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. જો કે તુરંત જ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે મોટા ભાગના ઘાયલોને ગરદન અને પીઠના ભાગે ઈજાઓ પંહોચી હતી. અકસ્માત પછી એ ઝૂલાના સંચાલક અને તેનો સ્ટાફ ત્યાંથી ભાગી ગયો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

તમને જણાવીએ તો પંજાબના મોહાલીના ફેઝ 8ના દશેરા ગ્રાઉન્ડમાં લંડન બ્રિજ મેળો ચાલી રહ્યો છે. રવિવારના રજાનો દિવસ હોવાથી ત્યાં મેળામાં ભારે ભીડ જોવા મળી હતી. મેળામાં એ સમયે અચાનક ખળભળાટ મચી ગયો હતો જ્યારે ડ્રોપ ટાવરનો ઝૂલો 50 ફૂટની ઊંચાઈએથી અચાનક નીચે પડી ગયો હતો. કોઇ કંઇ કરી શકે કે વિચારી શકે એ પહેલા ઝુલા સહિત તેમાં બેઠેલા લોકો જમીન પર પટકાયા હતા. જણાવી દઈએ કે અકસ્માત સમયે ઝૂલા પર 30થી વધુ લોકો હતા, જેમાં વધુ પડતી મહિલાઓ અને બાળકો સામેલ હતા. જો કે આ દુર્ઘટનામાં એક સારી વાત એ હતી કે ઝુલા પર બેઠેલા લોકોએ પટ્ટો બાંધ્યો હતો. જેના કારણે કોઈ જાનહાનિ થઈ નહતી.

આમ મળતી માહિતી મુજબ આ ઘટનામાં 15થી વધુ લોકો ઘાયલ થયા હતા.ઘટનાની જાણ થતા જ પોલીસકર્મીઓ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એ પછી ઈજાગ્રસ્તોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે મેળાના સ્થળે આયોજકો તરફથી કોઈપણ પ્રકારની એમ્બ્યુલન્સ કે પ્રાથમિક સારવારની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જયારે દુર્ઘટના થઈ હતી ત્યારે એ જગ્યા પર નાસભાગ મચી ગઈ હતી અને તેને કારણે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને જિલ્લા પ્રશાસને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.