પિતાની અકસ્તમાતના આંખ ગઈ અને નાની ઉંમરે જવાબદારી ઉઠવનાર રશ્મિતાબેન આજે આવું જીવન જીવે છે.
ગુજરાતી કલાકારોમાં આપણે અત્યાર સુધીમાં અનેક કલાકારો ની અંગત જીવન વિશે જાણી લીધું છે, ત્યારે ખરેખર આજે અમે આપને એક એવા કલાકાર વિશે જણાવીશું જેમને પોતાનું જીવન સંઘર્ષમય રીતે જીવ્યું હતું પરંતુ કહેવાય છે ને કે, સપના હકીકત ત્યારે જ બની શકે છે, જ્યારે તેને પોતાનું જુનનું બનાવી લે છે. આજે અમે આપને એક એવા જ જ કલાકાર વિશે જણાવીશું જે આજે પોતાની મહેનત થકી ખૂબ જ વૈભવશાળી જીવન જીવી રહી છે.
આપણે વાત કરી રહ્યા છીએ, રશ્મિતા બેન રબારી વિશે.
તેમને નાનપણથી જ સંઘર્ષમય જીવનથી માંડી હાલ એક લોકપ્રિય ગાયક કલાકાર સુધીનું જીવન પરીવર્તન કર્યું છે. પોતાની સફરમાં સંઘર્ષ અને સતત મહેનત તેમના સુરીલા અવાજમાં સાંભળવા મળે છે. આજના સમયમાં તેઓ પોતાના સ્વર થી ગુજરાતી દર્શકોનું દિલ જીતી રહ્યા છે.
પોતાની આપમેળે સફળતા મેળવીને તેમને જીવનમાં ખૂબ જ વૈભવપૂર્ણ વારસો મળ્યો છે. એક સમયે આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે ત્યારે આજના સમયમાં ખૂબ જ આગળ વધી ગયા છે.રસ્મિતા બેને સૌથી પહેલા ફંટી ગાડી ખરીદી હતી અને ત્યાર બાદ એમની પાસે અત્યારે ફોરકયુનર ગાડી પણ છે અને આલીશાન ઘર તેમજ ખૂબ જ સંપત્તિ છે.
રશ્મિતા બેન નો જન્મ 26 એપ્રિલ, 1995 ના રોજકાલાવડ તાલુકાના બાંગા ગામમાં થયો હતો. રશ્મીતાબેન ના પિતા નું નામ કરણાભાઈ અને માતા નું નામ મંજુબેન છે. રશ્મીતાબેન ને બે મોટા ભાઈ જયરાજભાઈ અને દિપકભાઇ છે.જ્યારે રશમિતાબેન એક વર્ષ ના હતાં ત્યારે એક અકસ્માતમાં એમના પિતા ની આંખ જતી રહી હતી.અને એના પછી બધી જ જવાબદારી તેમના માતા પર આવી હતી. રશમિતાબેન શાળામાં અભ્યાસ કરતી વખતે પ્રાર્થના અને ભજન ગાતા હતા.
સ્કૂલ માં હતા ત્યારે નાના નાના પોગ્રામ માં ભાગ લેતા હતા.અને એના પછી ધીમે ધીમે એમના માં ગીતો ગાવા માં રુચિ વધતી ગઈ. સ્ટેજ પર પહોંચવા એમની માતા એ સૌથી પહેલા સપોર્ટ કર્યો હતો.અને એમની માતા એ એમને લોકગીતો અને લગ્નગીતો શીખવ્યાં હતાં. ત્યારબાદ રશમિતાબેન ના ગુરુ જમનભાઈ એ તેમને સુર-તાલમાં ગાતા શીખવ્યું હતું. ધીમે ધીમે રશમિતાબેન એ ગામમાં યોજાતા ભજન કાયઁક્રમોમાં ગાવાનું શરૂ કર્યું. બાજુમાં આવેલા ગામ ક્રષ્ણપુર માં દર શનિવારે ભજન કિર્તન કાયઁક્રમ થતો અને તેમનો ડર દૂર થયો.
જ્યારે એમને એમના જીવન નો પહેલો પ્રોગ્રામ કર્યો હતો ત્યારે એમને સૌ પ્રથમ એક મોટા કલાકાર સાથે આ પોગ્રામ કરવાનો હતો. કીર્તિદાન ગઢવી અને ભિખુદાન ભાઈ સાથે કરેલ.કહેવાય ને દરેક કલાકારની ઓળખ હોય છે અને તેમને એક પ્રોગ્રામ માં તેમણે ‘મારી તે નથનું કાચું સોનું’ લગ્નગીત ગાયું હતું, ત્યારથી તેમની લોકચાહના વધી હતી રશ્મિતાબેન રબારી તેમના દરેક પ્રોગ્રામમાં રબારી સમાજની આભા અને ગરીમા કહેવાતો પહેરવેશ,ઝીમી-કાપડું-ઓઢણું જ પહેરેલા જોવા મળે છે. આ પહેરવેશ પહેરવો તેમને નાનપણથી જ ખૂબજ પસંદ છે.ખરેખર આજના સમયમાં તેઓ ખૂબ જ વૈભવશાળી જીવન જીવે છે.