“પુષ્પા” ફિલ્મ માટે “ના” કહેનારા આ 6 કલાકારોને ફિલ્મની કમાણી જોઈ થઈ રહ્યો હશે પસ્તાવો…જાણો કોણ છે આ કલાકારો…

અલ્લુ અર્જુનની ફિલ્મ “પુષ્પા : ધ રાઈઝ” કોરોના કાળમાં રીલીઝ થઈ હોવા છતાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. સાઉથ હોય કે નોર્થ દેશના ખુણા ખુણામાં  આ ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. દર્શકોની ખૂબ જ ડિમાન્ડના લીધે પુષ્પાને ઓટીટી પ્લાટફોર્મ ઉપર પણ રિલિઝ કરવામાં આવી. બોક્સ ઑફિસમાં પુષ્પા ધ રાઈસએ 300 કરોડ થી પણ વધારે કમાણી કરી છે . ફિલ્મમાં અલ્લુ અર્જુન ની સામે રશ્મિકા મંદાના હીરોઈનના રોલમાં જોવા મળી જ્યારે સુકુમારના નિર્દેશન નીચે બનેલી પુષ્પા ફિલ્મની માત્ર સ્ટોરી જ નહીં પણ ગીત અને ડાયલોગ પણ એટલા જ લોકપ્રિય બન્યા છે.

અલ્લુ અર્જુન અને રશ્મિતા પહેલા આ 6 સ્ટારને આ ફિલ્મ માટે ઓફર કરવામાં આવી હતી , હાલ લાગે છે પુષ્પા ફિલ્મની સફળતા પછી તેઓ ફિલ્મ ન કરવા માટે અફસોસ કરી રહ્યા હશે તો આવો જાણીએ કોણ છે આ 6 સ્ટાર..

1.  મહેશબાબુ : અલ્લુ અર્જુન પહેલા ડાયરેક્ટર સુકુમાર દ્વારા ફિલ્મ ની ઓફર ટોલીવૂડના સુપર સ્ટાર મહેશબાબુને કરવામાં આવી હતી. તેમને ફિલ્મની વાર્તા પસંદ આવી હતી પરંતુ ફીલ્મમાં ભજવવાના પાત્ર માટે તેમને ના પાડી હતી કેમ કે મહેશબાબુ બહોળા પ્રમાણમાં ચાહક વર્ગ ધરાવે છે અને તેમના ચાહકોને તેમનો ચાર્મિંગ લૂક વધુ પસંદ હોવાથી તેમને પુષ્પા ફિલ્મ કરવાની ના કહી હતી બાદ માં અલ્લુ અર્જુન ને આ રોલ માટે સાઈન કરવામાં આવ્યો હતો.2. સમન્તા રૂથ પ્રભુ : દિગ્દર્શક સુકુમારે મુખ્ય અભિનેત્રી માટે સૌથી પહેલા સામંથા રૂથ પ્રભુનો સંપર્ક કર્યો હતો. પરંતુ તે સમયે સમન્થાએ આ ફિલ્મને એમ કહીને ઠુકરાવી દીધી હતી કે તે ફિલ્મી દુનિયામાંથી થોડો બ્રેક લેશે. બાદમાં અભિનેત્રીએ નાગા ચૈતન્યથી છૂટાછેડાની જાહેરાત કર્યા પછી ફિલ્મમાં ડાન્સ નંબર દાખલ કર્યો જે ખૂબ જ હિટ રહ્યું.

3.વિજય સેતુપતિ : ફિલ્મ ‘પુષ્પા’માં, વિલન ભંવર સિંહની ભૂમિકા ફહાદ ફૈસીલે ભજવી છે ભંવર સિંહ પહેલા આ પાત્ર વિજય સેતુપતિને ઓફર કરવામાં આવ્યું હતું. જો કે, વિજય આ તારીખોમાં અન્ય ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે તેણે આ ફિલ્મમાં રોલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. ફહાદ ફૈસીલે પડદા પર ઓછો સમય વિતાવ્યો હોવા છતાં, તે દર્શકોની વાહવાહી અને દર્શકોનું દિલ જીતવામાં સફળ રહ્યો છે.

4. દિશા પટણી : દિગ્દર્શક સુકુમારે અભિનેત્રી દિશા પટણી ને ફિલ્મ માં ડાન્સ નંબર માટે ઓફર મૂકી હતી. પરંતુ અભિનેત્રીએ ભારે રકમની માંગણી કરી હતી. બાદમાં નિર્માતાઓએ તેના સ્થાને સામંથા રૂથ પ્રભુને સાઈન કરી હતી અને સામંથા રૂથ પ્રભુએ આ ડાન્સ નંબરને પૂરતો ન્યાય આપ્યો હતો આ સોંગ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું.

5. નારા રોહિત : અહેવાલો અનુસાર, તેલુગુ સ્ટાર નારા રોહિતને પણ વિલનની ભૂમિકા માટે ફિલ્મની ટીમે સંપર્ક કર્યો હતો. પરંતુ કોઈ કારણોસર નારા રોહિતે પોતે આ ઓફર ઠુકરાવી દીધી હતી.

6. નોરા ફતેહી : પોતાના ડાન્સ માટે હિટ બનેલી નોરા ફતેહીને પણ ફિલ્મ ‘પુષ્પા’માં ડાન્સ નંબર કરવા માટે અપ્રોચ કરવામાં આવી હતી. મીડિયા અનુસાર, નોરાએ આ આઇટમ નંબર માટે ખૂબ જ ઊંચી ફી માંગી હતી. અંત સુધી જ્યારે નોરાનો નિર્ણય બદલાયો નહીં ત્યારે ફિલ્મ નિર્માતાઓએ પોતાનો નિર્ણય બદલવો પડ્યો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *