ભારતનુ સૌથી ભાગ્યશાળી ગામ જયાં દરેક ઘરેથી છે ઓફીસર ! કારણ કે…

દેશની અતિ કઠિન અને કોલેજનું પગથિયું ચઢનાર મોટા ભાગના યુવાનો જેનું સ્વપ્ન જોતા હોય છે એવી IAS-IPS બનવા માટેની સિવીલ સર્વીસ પરીક્ષા UPSC દ્વારા લેવામાં આવે છે. બુદ્ધિપ્રતિભા સાથે મહેનત માંગી લેતી આ પરીક્ષા પાસ કરવા માટે ઉમેદવારે અંદાજે ત્રણ થી ચાર વર્ષ ચોટલી બાંધીને તૈયારી કરવી પડે છે. સખત મહેનત અને ધગશ હોય ત્યારે જ આ પરીક્ષામાં ઉતિર્ણ થઇ શકાય છે.

UPSC પરીક્ષાને સૌથી અઘરી પરીક્ષા માનવામાં આવે છે. દર વર્ષે લગભગ હજાર કરતા ઓછી પોસ્ટ માટે દસ લાખ ઉમેદવારો અરજી કરે છે. પરંતુ ખુબ ઓછા લોકો આ પરીક્ષા ઉતીર્ણ કરી શકે છે. આજે આપણે ઉત્તર પ્રદેશના જૌનપૂર જિલ્લાના માધોપટ્ટી ગામ વિશે વાત કરવા જઈ રહ્યા છે. માધોપટ્ટી ગામ નાનકડું ગામ છે. જેમાં માત્ર ૭૫ ઘર છે પરંતુ, ખૂબીની વાત જોઇયે તો ૪૭ લોકો ઓફિસર છે. માધોપટ્ટી ભારતનું એક માત્ર એવું ગામ છે જેણે સૌથી વધુ IAS,IPS અને IS ઓફિસર ભારતને આપ્યા છે. તેથી આ નાનકડા ગામને “ઓફિસરના ગામ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ ગામનું યોગદાન અહિયા સુધી જ સીમિત નથી પરંતુ આ ગામના લોકો ISRO (Indian Space Research Organization) અને વિશ્વ બઁકના વિવિધ વિભાગોમાં કાર્યરત છે. આ ગામનો ઇતિહાસ જોઈએ તો સૌથી પહેલા સન ૧૯૧૪માં જાણીતા કવિશ્રી વામિક જૌનપુરીના પિતા મુસ્તૂફા હુસૈનએ સિવિલ સેવા જોઇન કરી હતી. ત્યારબાદ ૧૯૫૨માં ઇંદુપ્રકાશ સિંહનું IAS ઓફિસર તરીકે સિલેકશન બીજા રેન્ક સાથે થયું અને ત્યાર થી ઇંદુપ્રકાશ સિંહથી પ્રેરાઈને ગામના બધા છોકરા છોકરી UPSCની તૈયારીમાં લાગી ગયા.

જો કે ગામના દરેક ઘરમાં સિવિલ સર્વિસમાં કોઈને કોઈ હોય છે. પરંતુ ગામમાં સુધારો થયો નથી. ગામમાં રસ્તાઓ ખુબ ખરાબ છે. મેડિકલ સુવિધા પણ ખૂબ જ પ્રાથમિક છે. વીજ પુરવઠો પણ ખરાબ છે. ગામમાં IAS ની તૈયારી માટે કોઈ કોચિંગ સેન્ટર નથી. છતાંપણ લોકો આ પરીક્ષા પાસ કરે છે.

 

ગામના એક વ્યક્તિ રામનારાયણ મોર્યના કહેવા પ્રમાણે ” આ ગામની એક ખાસ વાત એ છે કે નાનપણથી જ માતા પિતા પોતાના બાળકોને ભણતરની સાથે જ ઓફિસર બનવા અંગેનું માર્ગદર્શન આપે છે જેથી એમનું લક્ષ સુધી પહોચવું સહેલું બની રહે છે.” માધોપટ્ટી ગામના માત્ર છોકરાઓ જ નહી પરતું છોકરીઓ પણ ઉચા પદો ઉપર બિરાજમાન છે. સરકારએ આ ગામ ઉપર સંશોધન કરાવવું જોઈએ જેનાથી શિક્ષણ પ્રણાલી અને વ્યવસ્થામાં સુધારો લાવી શકાય.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *