માં દીકરી નો “શ્રીવલ્લી” ગીત ઉપર ડાન્સ નો વીડિયો જોઈ ઉડી જશે હોશ ….
અલ્લુ અર્જુનની ફિલ્મ “પુષ્પા : ધ રાઈઝ” કોરોના કાળમાં રીલીઝ થઈ હોવા છતાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. બોક્સ ઑફિસમાં પુષ્પા ધ રાઈસએ 300 કરોડ થી પણ વધારે કમાણી કરી છે . ફિલ્મમાં અલ્લુ અર્જુન ની સામે રશ્મિકા મંદાના હીરોઈનના રોલમાં જોવા મળી જ્યારે સુકુમારના નિર્દેશન નીચે બનેલી પુષ્પા ફિલ્મની માત્ર સ્ટોરી જ નહીં પણ ગીત અને ડાયલોગ પણ એટલા જ લોકપ્રિય બન્યા છે. સોશ્યલ મીડિયા ઉપર વિવિધ પ્લેટફોર્મમાં પુષ્પાના ગીતો અને ડાયલોગના વિડિયો બનાવિને લોકો ખૂબ જ આકર્ષિત કરતાં જોવા મળે છે.
પુષ્પા ફિલ્મનો ડાઈલોગ ” મે ફાયર હે” અને “મે જુકેગા નહીં સાલા” વગેરે ખૂબ જ લોકપ્રિય બન્યા છે જ્યારે ગીતની વાત કરીયે તો “સામી સામી ” અને ” શ્રી વલ્લી ” આ બન્ને ગીત ખૂબ જ લોકપ્રિય બન્યા છે લોકો આ બન્ને ગીત પર રિલ વિડિયો બનાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ માતા પુત્રીની જોડી વિશે જે હાલમાં શ્રી વલ્લી ગીત ઉપર વિડિયો બનાવીને ખૂબ જ લોકપ્રિય બન્યા છે. આ વિડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ બન્યો છે.
આ વિડિયોમાં ડાન્સ કરી રહેલી માતાનું નામ નિવેદિતા શેટ્ટી હેગડે છે અને દીકરીનું નામ ઇશાનવિ હેગડે છે. પુષ્પા ફિલ્મના શ્રી વલ્લી ગીતના હૂક સ્ટેપ જે ખૂબ પ્રચલિત બન્યું છે તેના પરતો ઘણા બધા લોકો એ ઘણા વિડિયો બનાવ્યા છે પરંતુ ખૂબીની વાત એ છે કે આ માતા પુત્રી પોતાની આગવી શૈલીમાં ડાન્સ કરતાં દેખાય રહ્યા છે એટલે કે તેમણે ડાન્સ ને કોપી કરવાને બદલે નવી જ પોતાની સ્ટાઇલથી ડાન્સ કર્યો છે. ડાન્સ કરતી વખતે બંનેના ચહેરા ઉપર ગજબનું સ્મિત અને તાજગી જોવા મળે છે. જે જોઈ લોકો આ વિડિયો તરફ વધૂ આકર્ષાય છે.
અત્યાર સુધીમાં લાખો લોકો એ આ વિડિયોને જોયો છે તેમજ ખૂબ જ પસંદ કર્યો છે અને ખૂબ જ જડપથી વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ માતા પુત્રી યૂટ્યૂબ ઉપર ચેનલ પણ છે જ્યાં આ વિડિયોને ૭ લાખથી પણ વધુ વખત જોવામાં આવ્યો છે જે બાબત સ્પષ્ટ કરે છે કે આ વિડિયોને લોકો દ્વારા કેટલી હદે પસંદ કરવામાં આવ્યો હશે. એટલું જ નહીં ૧.૯૩ મિલિયન લોકો દ્વારા માતા પુત્રીની ચેનલને સબસ્ક્રાઇબ પણ કરવામાં આવી છે. યૂટ્યૂબની સાથેસાથે ઇન્સ્ટાગ્રામમાં ઉપર પણ આ વિડિયોને ખૂબ લાઈક મળી રહ્યા છે.આમ સાચા ટેલેન્ટને કોઈ પ્લેટફોર્મની જરૂર નથી જેમની પાસે કળા છે તે કોઈપણ રીતે સફળતા મેળવી દુનિયામાં પોતાની ઓળખ ઊભી કરી શકે છે.
View this post on Instagram