રાવણ નું પાત્ર ભજવનાર વરિષ્ઠ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન! તેમની ખોટ સદાય રહેશે…

હાલમાં જ આપણે સૌ કોઈ ગુજરાતી સિનેમા અનેક કલાકાર ગુમાવ્યા છે, ત્યારે ફરી એકવાર મોટો આઘાત લાગશે. આ ઘટના ચોકાવનાર અને દુઃખ છે. વાત જાણે એમ છે કે, ગુજરાતી ફિલ્મોના અનેક પાત્રમાં કલાકાર તરીકે પોતાની ભૂમિકા નિભાવનાર અને એ પાત્રમાં પોતાની અમીછાપ છડનાર ગુજરાતી અને હિન્દી સિનેમાના લોકપ્રિય કલાકાર એવા અરવિંદ ત્રિવેદી આપણી વચ્ચે નથી રહ્યા.

રામાયણમાં રાવણ એટલે કે લંકેશનું પાત્ર ભજવીને અથાગ લોકપ્રિયતા મેળવનારા ગુજરાતી ચલચિત્રના દિગ્ગજ કલાકાર અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની વયે નિધન થયું છે. તેમણે રામાનંદ સાગરની સુપરહિટ સીરિયલ રામાયણ સહિત ઉપરાંત અનેક સીરિયલ અને હિન્દી તથા ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું.

અરવિંદ ત્રિવેદીએ પોતાની અભિનય કારકિર્દી દરમિયાન 300 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કરેલું છે. તેમણે સંતુ રંગીલી, હોથલ પદમણી, દેશ રે જોયા દાદા પરદેશ જોયા, કુંવરબાઈનું મામેરું, જેસલ તોરલ જેવી ગુજરાતી તથા પરાયા ધન, આજ કી તાજા ખબર જેવી હિન્દી ફિલ્મો પણ કામ કર્યું છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન અનેક પુરસ્કારો પણ મેળવેલા છે.

અરવિંદ ત્રિવેદી ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા છે. તેમણે મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ૨૫૦થી વધુ ગુજરાતી અને હિન્દી ચલચિત્રોમાં અભિનય કર્યો છે. તેમનાં ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે તેમની કારકિર્દી ૪૦થી વધુ વર્ષોમાં પથરાયેલી છે. અચનાક તેમને હદય રોગનો હુમલો આવતા તેમનું દુઃખ નિધન થતા ગુજરાતી ફિલ્મ અને હિન્દી સિનેમા તેમની ખોટ સદાય વર્તાશે.

તેમને માત્ર ગુજરાતી ફિલ્મોમાં નહીં પરંતુ રાજકીય ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપ્યું.૧૯૯૧માંતેઓ સાબરકાંઠા જિલ્લામાંથી લોકસભાનાં સાંસદ તરીકે ચૂંટાયા હતા અને ૧૯૯૬ સુધી આ પદ પર રહ્યા હતાં.૨૦૦૨માં તેઓ ભારતીય સેન્સર બોર્ડ ‍(CBFC)નાં કાર્યકારી ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ પોતાનું આગલું જીવન પરિવાર સાથે સુખી થી પસાર કરી રહ્યા છે.આપણા સૌના હદયમાં તેઓ સદાય જીવંત રહેશે. ઈશ્વર તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *