લગ્ન માટે બનાવવામાં આવી એવી કંકોત્રી.. કે લગ્ન બાદ પણ ઉપયોગમાં આવી શકશે …. જુવો કેવી છે આ કંકોત્રી શું છે તેની વિશેષતા..

હાલના સમયમાં લગ્નમાં નવા નવા પ્રયોગો કરી બીજાથી કઈક અલગ કરવાનું દરેક લોકો વિચારતા હોય છે જેથી પોતાના લગ્ન સમાજને યાદગાર રહી જાય. હાલ લગ્નની મૌસમ ચાલી રહી છે ત્યારે અવનવી કંકોત્રી માર્કેટમાં જોવા મળે છે લોકો કંકોત્રીમાં કઈક એવું કરવા માગે છે જેથી લોકો કંકોત્રી જોઈ આનંદિત થાય. કંકોત્રીના દેખાવ ઉપરાંત ઘણી વખત અંદરના લખાણ દ્વારા પણ લોકો બીજા કરતાં કઈક અલગ કરતાં હોય છે. આજે આપડે આવી જ એક ખાસ કંકોત્રી વિષે વાત કરીયે તો સુરેન્દ્રનગરમાં રહેતા અને રૂપાવટી પ્રાથમિક શાળાના આચાર્ય લાભુભાઈ ડાભીના ઘરે પોતાના પુત્રના લગ્ન આવ્યા. લાભુભાઈ પોતે પક્ષી અને પ્રકૃતિપ્રેમી વ્યક્તિ છે તેમણે એવો વિચાર કર્યો કે હું એવી કંકોત્રી બનાવડાવું કે જેનો ઉપયોગ લગ્ન પછી પણ થઈ શકે અને સમાજને પ્રેરણારૂપ બની રહે.

લાભુભાઈનું માનવું છે કે જે રીતે પોતાના દીકરાનું ઘર બંધાવા જઇ રહ્યું છે તેમ લગ્ન પછી કંકોત્રીના  ઉપયોગ દ્વારાચકલીનું ઘર બંધાય. તો આવા ઉમદા વિચાર સાથે લાભુભાઈએ પોતાના દીકરાના લગ્નની કંકોત્રી ચકલીના માળા તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવી બનાવડાવી સમાજમાં નવો દાખલો બેસાડયો છે. લગ્ન પ્રસંગમાં કંકોત્રી પાછળ ખૂબ જ વધારે ખર્ચ લોકો કરતાં હોય છે લગ્ન બાદ આ કંકોત્રીનો કોઈ જ ઉપયોગ થઈ શકતો નથી જ્યારે કંકોત્રી દીઠ ૫૦ થી ૫૦૦ રૂપિયા ખર્ચવામાં આવે છે તો જો આ રીતે કંકોત્રીમાથી ચકલીના માળા બનાવામાં આવે તો કંકોત્રી તો સચવાસે જ સાથોસાથ જીવદયાનું ઉત્તમ કાર્ય પણ થઈ શકેશે.છે ને ઉમદા વિચાર ???

આ બાબતે વધુ વિગત જોઇયે તો લાભૂભાઇ ડાભી જે સુરેન્દ્રનગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે તેમના દીકરા ધવલના લગ્ન ૧૬ તારીખે રાખેલ છે. લાભૂભાઇને પહેલે થી જ પક્ષીઓ પ્રત્યે ખૂબ જ લાગણી અને પ્રેમ છે જેથી તેમણે કંકોત્રીનો ઉપયોગ લગ્ન પછી ચકલીના માળા તરીકે પણ થાય તેવા ઉમદા વિચારથી કંકોત્રી બનાવડાવી. લાભૂભાઇના જણાવ્યા મુજબ આ રીતે કંકોત્રી બનાવીને પરિવારમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમજ સગા વ્હાલા દ્વારા આ કંકોત્રીનો માળા તરીકે ઉપયોગ કરવાનું શરૂ પણ કરી દેવામાં આવ્યું છે જ્યારે ઘણા માળામાં તો ચકલી રહેવા પણ આવી ગઈ એ જણાવતા લાભૂભાઇને અત્યંત આનંદ આવ્યો. મોબાઈલ ટાવર દ્વારા અને શહેરીકરણને લીધે દિવસે દીવસે ચકલીની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે આ રીતે કંકોત્રી છપાવી ૭૦૦ ચકલીને રહેવા માટે આશ્રય મળી રહેશે.

આ ઉપરાંત લાભૂભાઇ દ્વારા બીજું સેવાનું કાર્ય પણ કરવામાં આવી રહયું છે સુરેન્દ્રનગરમાં આવેલ સી.યૂ.શાહ મેડિકલ કોલેજમાં બહારગામથી ઈલાજ માટે આવતા લોકોને જેમનું કોઈ જાણીતું સુરેન્દ્રનગરમાં નથી તેમને લાભૂભાઇ ભોજન પૂરું પાડે છે.ટિફિનમાં દાળ,ભાત,શાક રોટલી સહિતનું આખું ટિફિન પૂરું પાડી ખૂબ જ મોટી સેવાનું કાર્ય કરી રહ્યા છે એ પણ છેલ્લા દસ વર્ષોથી આજના સમયમાં જ્યારે માણસોને માણસાઈ ભુલાઈ ગઈ છે ત્યારે લાભૂભાઇ જેવા સારા માણસો સમાજ અને દુનિયાને પોતાની સેવા થકી સમજાવે છે કે માણસે કેવું જીવન જીવવું જોઇયે. આપણે આશા રાખીએ કે આવનારી નવી પેઢી લાભૂભાઇના આ અનોખા પ્રયોગ દ્વારા પ્રેરણા મેળવે અને સમાજને અને પ્રકૃતિને ઉપયોગી થાય તેવું જીવન જીવવા માટે પ્રેરાશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.