શું સમુદ્રમાં ડૂબી જશે આખી પૃથ્વિ?? આવી જશે દુનિયાનો અંત… નાસા એ કરી આ અંગે ભવિષ્યવાણી…

આપણે અવાર નવાર દુનિયામાં વિવિધ પ્રકારની આગાહીઓ અને ભવિષ્યવાણીઓ અંગે સાંભળતા આવ્યા છીએ. ઘણી ખરી આગાહી સાચી પડે છે જ્યારે ઘણીખરી સાચી નથી પણ પડતી. આબોહવા અંગે ઘણી વખત અગાઉથી સાવચેતીના પગલાં ભરી શકાય તે માટે લોકોને ચેતવી દેવામાં આવે છે કરવામાં આવતી આગાહી દ્વારા લોકોને આવનારા સંકટથી સાવચેત રહેવા માટે કહેવામા આવતું હોય છે જેમાં મોટા ભાગે વધારે પડતાં વરસાદ, વાવાજોડા, પવન ફૂકાવો,હિટ વેવ કે વધુ પડતી ઠંડી અંગે અગાઉથી ચેતવી દેવામાં આવે છે. પરંતુ આ વખતે આપણાં વૈજ્ઞાનિકો દ્વારા જે ભવિષ્યવાણી કરવામાં આવી છે તે સાંભળીને સૌ કોઈ ભય અને ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલ રિપોર્ટ અનુસાર દુનિયા ઉપર પ્રલયનો ખતરો આવી રહ્યો છે.

આ રિપોર્ટ મુજબ થોડા વર્ષોની અંદર એટલોમોટો પ્રલય આવવા જઇ રહ્યો છે જેના કારણે દુનિયાનો મોટા ભાગનો હિસ્સો દરિયામાં ડૂબી જશે એટલે કે અડધાથી વધારે દુનિયાનો નાશ થશે. આ રિપોર્ટ સામે આવતાની સાથે જ દુનિયાના બુદ્ધિજીવો અને વૈજ્ઞાનિકો ચિંતામાં ડૂબી ગયા છે. આ રિપોર્ટ મુજબ લગભગ ૨૮ વર્ષની અંદર એટલે કે અંદાજે ૨૦૫૦ સાલની આજુબાજુ આખી દુનિયામાં આવેલા તમામ સમુદ્રોની જળ સપાટી લગભગ એક ફૂટથી પણ વધુ ઊચી આવી જશે. આ રિપોર્ટ અમેરિકન સરકારની અંતરિક્ષ સંસ્થા NASA (National Aeronautics and Space Administration) અને NOAA (National Oceanic and Atmospheric Administration) એ ઘણા બધા વર્ષો સુધી આ વિષય ઉપર ઊંડાઈપૂર્વકનો અભ્યાસ કર્યા બાદ તૈયાર કર્યો છે.

વૈજ્ઞાનિકોના કહેવા મુજબ બદલાતા વાતાવરણને કારણે સમુદ્રનું સ્તર વધી રહ્યું છે. વાતાવરણ અને હવામાનમાં આવતા મોટા ફેરફારો માટે ગ્લોબલ વોર્મિંગ પણ કારણભૂત છે. ગ્લોબલ વોર્મિંગના કારણે બરફના ગ્લેશિયર્સ જડપથી ઓગળી રહ્યા હોવાને કારણે જળનું સ્તર ઉચું આવી રહ્યું છે અને આને કારણે અવાર નવાર તોફાન અને કુદરતી હોનારતનો સામનો માણસો કરી રહ્યા છે જેનો દુશપ્રભાવ લોકોના જીવન ઉપર પડી રહ્યો છે.નાસા દ્વારા ઘણા લાંબા સમયથી અમેરિકા અને અમેરિકાની આજુબાજુમાં સંશોધન કર્યા બાદ રિપોર્ટ સામે આવ્યો જેથી માલૂમ પડે છે કે આવનારા ૨૮ વર્ષોમાં દરિયાની જળ સપાટી પાછલા ૧૦૦ વર્ષોમાં રહેલ દરિયાની જળ સપાટી કરતાં સૌથી વધુ જોવા મળશે અને જળ સ્તરના આવા વધારાને કારણે ધરતીને ખૂબ જ નુકસાન થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

આમ જોઈએ તો આવનારા સંકટનું કારણ બીજું કાઇ નથી પરંતુ માણસો દ્વારા કરવામાં આવતું પ્રકૃતિને નુકસાન જ છે. હજી પણ સમય છે આપણે સૌ જાગૃત થઈ જવાની જરૂર છે નહી તો આના પરિણામો ખરાબ આવશે જેને ભોગવવા આપડે તૈયાર રહેવું પડશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.