સિંહ જોઈ ભલભલા થથરે, પણ કોળી રસીલાબેન વાઢેર એ અનેક સિંહો ને બચાવ્યા છે.

કોળી રસીલા બેન વાઢેર એ પોતાના જીવ ને જોખમા મુકી ને સાવજ જેવુ કાળજુ રાખી સાવજો ને બચાવવા ની કામગીરી સારી રીતે કરે છે.રસીલા બેન વાઢેર જે ગીર નેશનલ પાર્ક મા ફોરેસ્ટ ઓફીસર તરીકે ની ફરજ નિભાવે છે. રસીલા બેન વાઢેર “સિંહ રાણી” નામ થી જાણીતા બન્યા છે અને તમને તે જાણી નવાઈ લાગશે કે તેવોએ અત્યાર સુધી મા અનેક  દીપડા  અને સિંહો ને રેસકયુ કરી ને બચાવી લીધા છે. જખમી સિંહ અને દીપડા ને યોગ્ય રીતે રેસકયુ કરી સારવાર આપવામા આવે છે.આપને અહી જણાવી દઈયે કે સીલાબેન વાઢેરવિભાગની પહેલી મહિલા છે જે પ્રાણીઓને બચાવવા માટે કામ કરે છે.તેમણે 2007 માં વનીકરણની પરીક્ષા પાસ કરી હતી.તે પહેલાં વાઇલ્ડ લાઇફ ગાઇડ હતા.

2007 માં, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન હતા, ત્યારે રાજ્યના વન વિભાગમાં મહિલા ટીમ બનાવવામાં આવી હતી. આવું કરવા માટે ગુજરાત પ્રથમ રાજ્ય હતું.ત્યારથી, સ્ત્રી વન કાર્યકરો ત્યાં સિંહો અને અન્ય પ્રાણીઓની સંભાળ રાખે છે. 2008 માં, રસિલાબેને ટીમ સાથે જંગલમાં જવાનું શરૂ કર્યું.

તેણીએ ટીમમાં કામ કરવાનું શરૂ કર્યું જે અને તેમના કામના કોઈ કલાકો નિશ્ચિત નથી. તેમને કોલ આવે છે અને તે પ્રાણીઓને બચાવવા પહોંચે છે ખૂબ સરાહનીય કાર્ય માટે રસિલાબેન વાઢેરને સો સો સલામ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.