સૌથી નાની ઉમર માં બનેલ IPS સાફીન હસન જાણીએ આપણે શું છે એની સફળતા નું રાજ

નવી  દિલ્લી:- દરેક ની જીવનની કહાની કે પરિભાષા એક નથી હોતી પરંતુ જીવન ના કોઈપણ એવા સમયમાં કંઈપણ એવું થાય છે જેનાથી આખી આપણી જીવનની કહાની જ બદલાય છે. દરરોજ આપણે લોકો એક એવી હસ્તી ની સફળતા ની વાતો થી આપણે પરિચિત થતા હોઈ છે. જેમણે ઘણા બધા પરિશ્રમ, મહેનત અને ઘણી બધી મુશ્કેલી નો સામનો કરી પોતાની સફળતા મેળવેલ હોઈ છે. પરંતુ ઘણા એવા પણ હોઈ છે, જે પોતાના પ્રથમ પ્રયાસ થી ખુબ નાની ઉંમર માં જ પોતાના અથાક પરિશ્રમ થી પોતાનો ધ્યેય પ્રાપ્ત કરતા હોઈ છે, તેમનો એક ખુબજ હોશિયાર અને પ્રતિભાશાળી છે સાફિન હસન. તેમણે વર્ષ ૨૦૧૭ માં યુ.પી.એસ.સી ની પરીક્ષા માં ૫૭૦ મો રેંક મેળવેલો હતો. હવે જાણીએ આપણે સાફિન હસન ને કરેલ તેના સંઘર્ષ થી સફળતા ની પૂરી કહાની

૧) ખુબજ નાની ઉંમર માં મેળવેલ મોટી સફળતા:- સાફિન હસન એ મેળવેલ તેમની તમામ સફળતા ની આવડતમાં તેમની એક મહત્વની આવડત એ છે કે તેમની ખુબજ નાની ઉંમર માં મળેલ સફળતા. એમણે ફક્ત ૨૨ વર્ષ ની ઉંમર માં યુ.પી.એસ.સી ની પરીક્ષા પાસ કરીને આપણા ભારત દેશનું નામ રોશન કર્યું છે. માત્ર ૨૨ વર્ષની ઉંમરમાં તેઓ ભારતીય પોલીસ સેવા ના અધિકારી બન્યા હતા. અને ત્યારબાદ તેઓને આઈ.પી.એસ અધિકારી ની પોસ્ટ જામનગર ખાતે આપવામાં આવેલ હતી. અને તેઓએ ૨૩ ડીસેમ્બર ૨૦૧૯ ના રોજ પોતાની પોલીસ અધિકારી ની તમામ જવાબદારી સંભાળેલ હતી.

૨. અભ્યાસ અને કારકિર્દી:- ગુજરાત રાજ્યના સુરત શહેર માં રહેનાર સાફિન હસન નું પ્રાથમિક શિક્ષણ સરકારી સ્કુલ માં ગુજરાતી માધ્યમ થી થયેલ હતું. સાફિન હસન ને ધોરણ-૧૦ માં ૯૨ ટકા આવેલ હતા. અને ત્યારબાદ તેમણે ધોરણ-૧૧ થી અંગ્રેજી શીખવાનું શરુ કરેલ હતું. અને તેમણે તેમનું આગળ નું શિક્ષણ સાયન્સ માધ્યમ દ્વારા કરવાનું વિચાર્યું. અને તે જ વર્ષ દરમિયાન એ જીલ્લામાં પ્રાથમિક સ્કુલ ખુલ્લી રહ્યા હતા. પરંતુ તે સ્કુલ ની ફી ખુબજ વધારે હતી. પરંતુ સાફિન હસન ની ૫૦ % ફી માફ કરી દેવાય હતી.

૩. સ્કુલ મા જ વિચારી લીહું હતું કલેકટર બનવાનું સપનું:- એક વખત પ્રાથમિક સ્કુલ માં કલેકટર આવ્યા હતા, સૌ લોકો એને માન-સન્માન આદર આપતા હતા, તે જોઈ સાફિન હસન ને નવાઈ લાગી અને તેને આશ્ચર્ય થયું. તેમણે કલેકટર વિષે જાણ્યું તો એમને જાણવા મળ્યું કે કલેકટર કોઈ એક જીલ્લા નો રાજા સમાન હોઈ છે. અને ખુબજ અભ્યાસ કર્યા બાદ કલેકટર બની શકાય છે. ત્યારથી જ સાફિન હસન એ કલેકટર બનવાનું વિચારી લીધેલ હતું.

૪. ઘરની પરિસ્થિતિ ખરાબ થઇ, માતા-પિતા એ કરેલ મજુરી: સાફિન હસન ના માતા-પિતા હીરા ના વિભાગ માં નોકરી કરતા હતા. વર્ષ-૨૦૦૦ માં તેમનું ઘર બની રહ્યું હતું. તે દરમિયાન તેમના ઘરની પરિસ્થતિ ખુબજ ખરાબ અને અસ્ત-વ્યસ્ત થવા લાગી અને તેના કારણે તેમના માતા પિતા ને  નોકરી પણ ગુમાવવી પડી. ઘર નું ગુજરાન ચલાવવા માટે તેમણે ખુબજ મહેનત કરેલ હતી. દિવસમાં તેઓ મજુરી કરતા અને રાત્રે તેઓ પોતાના બનેલ ઘર માટે ઈંટ નું કામ કરતા હતા. અને બીજી બાજુએ તેમની માતા એ બીજા ના ઘરે જઈ- જઈ રોટી બનાવાનું કામ શરુ કર્યું. અને તેની સાથે તેમના માતા-પિતા ઈંડા અને કાળી ચા વેચી ગુજરાન ચલાવતા હતા.

૫. આઈ.પી.એસ બનતા જોઈ માતા-પિતા ખુબજ ખુશ-ખુશાલ થયા.  અલ્લાહ ની ખુબજ મહેરબાની છે. હવે અમારી પાસે બધુજ સારું છે. આવતી ૨૩ ડીસેમ્બર ૨૦૧૯ ના રોજ જામનગર ખાતે એ.એસ.પી ની ડ્યુટી માં જોડાયશ, અને મારી ફરજ નિભાવીશ. પુત્ર ની ખુબજ નાની ઉંમર માં આઈ.પી.એસ બનતા જોઈ માતા-પિતા ખુબજ ખુશ-ખુશાલ છે. માતા-પિતા ના સંઘર્ષ અને તેમની મહેનત ને જોઇને સાફિન હસન હમેંશા વિચારતા હતા કે, તેઓને તેમના માતા-પિતા માટે કંઈક કરવું છે, અને તેમનું નામ રોશન કરવું છે. અને તેમણે આજ તેમના વિચાર ની આજ હિંમત થી તેમણે તેમનું સપનું સાકાર કરી બતાવ્યું. તેમણે તેમના આ સપના ને પૂરું કરવા ખુબજ અથાક પરિશ્રમ અને ખુબજ મહેનત કરી પોતા પર વિશ્વાસ કરી તેમને સિવિલ સેવા ની પરીક્ષા પાસ કરેલ. આ પરીક્ષા ખુબજ પડકારરૂપ પરીક્ષાઓ માંથી એક પરીક્ષા માનવામાં આવે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *