મહેસાણાનાં ૧.૭૦ લાખ રૂપિયા આપી પુત્રના લગ્ન કરાવ્યા, લગ્નના સાત દિવસ દુલ્હને એવો કાંડ કર્યો કે જાણી ને

આજના સમયમાં આવી ઘટના છેલ્લા ઘણા સમયથી બનતી આવી છે લુંટેરિ દુલ્હનો ઘણા રાજ્યો અને શહેરોમાં જોવા મળી રહે છે જે પહેલા ભોળાભાળાં લોકોને તેના માયાજાળમાં ફસાવે છે પછી તેની સાથે લગ્ન કરી થોડા દિવસ સાસરે રહીને ફરાર થઇ જતી હોઈ છે. હાલ પણ એક તેવોજ કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં પણ દુલ્હન લગ્ન કરે છે અને થોડા દિવસ બાદ માનતાનું બાનુ કાઢીને ત્યાંથી રફુચક્કર થઇ જાય છે.

આ ઘટના મહેસાણા માંથી સામી આવી રહી છે. લુંટેરી દુલ્હનનો ત્રાસા છેલ્લા ઘણા સમયથી અમુક જીલ્લાઓમાં ખુબજ જોવા મળી રહ્યો છે. તેમાં હાલ મહેસાણાના એક પરિવારને પુત્રવધુ લાવવી પડી મોંઘી. તેમજ રૂપિયા ૧.૭૦ લાખ આપી દલાલ મારફતે ભરૂચની એક યુવતી સાથે પુત્રના લગ્ન કરાવ્યા હતા. અને લગ્નના સાતમાજ દિવસે આ દુલ્હન માંનતાનું બાનું બતાવીને બધાજ દાગીના લઇ ફરાર થઇ ગઈ હતી.

આ બનાવ બનતા પરિવારના લોકોએ તરતજ દલાલનો સંપર્ક કર્યો હતો. અને પછી દલાલે ૧.૭૦ લાખ માંથી માત્ર ૩૦ હજારજ પાછા આપ્યા હતા. અને સાથે ધમકીઓ પણ આપી હતી. આમ પરિવારે ચાર  માસ અગાઉ આ વિષે પોલીસમાં અરજી આપી હતી. આમ જોકે ફરિયાદ ન નોંધાતા પરિવારે ન્યાયની માંગ કરી છે. આ પરિવાર મહેસાણાનાં નાગપુર વિસ્તારમાં રહે છે. જેમાં દીકરા પ્રભાતને સમાજમાં સગપણ ન થતા તેઓ યુવતીની શોધમાં હતા. ત્યારે મહેસાણાનાં ગોકળગઢનાં દેવજી ચૌધરી અને ઈશ્વર ચૌધરી સાથે સંપર્ક થતા. તેઓએ દીકરા માટે ભરૂચ ની કન્યાની વાત કરી હતી તેમજ ૨ લાખની પણ માંગણી કરી હતી જે પછી ૧.૭૦ લાખમાં મામલો પતાવ્યો હતો.

આમ ત્યારબાદ અનિતાના લગ્ન પ્રભાત જોડે કરી આપવામાં આવ્યા હતા. અને બાદમાં સમગ્ર પરિવાર મહેસાણા પર આવ્યો હતો. જેમાં કુલ ખર્ચ ૬૬ હજાર આપ્યા હતા. આમ ત્યારબાદ લગ્નના સાત દિવસ પછી અનિતાએ કીધેલું કે મારા પિયર માનતા કરવા જવાનું છે. એમ કહેતા સાસરિયાએ દલીલોને વાત કરી હતી અને બાદમાં અનિતાને પિયર જવા દીધી હતી. જેમાં અનિતા ઘરેણા પણ લઇને ગઇ હતી. ત્યારબાદ લૂંટેરી દુલ્હન અનિતા સાસરીમાં પરત ન આવતા સાસરીયાએ અવારનવાર કોલ કરી વાત કરવા પ્રયાસ કર્યા હતા. એમ છતાં દુલ્હન પરત આવી નહોતી. આમ હજુ એક લુંટેરિ દુલ્હનનો કિસ્સો સામે આવી રહ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *