એક ગરીબ મહિલાના ઘરની જમીનમાંથી મળ્યા ૧ કરોડ ૩૫ લાખ રૂપિયા…. જેની પાછળનું કારણ જાણી સૌ કોઈ ચોંકી ગયા

લોકોના ઘરમા કે જમીનમાં દાટેલું ધન હોય તે અંગે તો આપણે જાણ્યે જ છીએ જેને પૂર્વજો સાચવીને મૂકતા હતા કે જેથી મુશ્કેલી ન સમયે આ છુપાયેલુ ધન કામ આવી સકે. પરંતુ આજે એક નવી જ અજીબોગરીબ ઘટના સામે આવી છે. આ ઘટના મધ્યપ્રદેશ ના બાલાઘટ ના નંબરતોલા ગામની છે.જ્યાં રહેતી નિશા બાઈના ઘરની અંદર જ્યારે ખોદકામ શરૂ થયું તો તેના ઘરે નોટનો ઢગલો થઈ ગયો.નિશા બાઈ બહુ જ ગરીબ મહિલા છે

તેનું ઘર ચલાવવા માટે તે આમ તેમ કામ કરીને જીવન ગુજારે છે.આખી જિંદગીમાં તેણે આટલી બધી રકમ ક્યારેય જોઈ નથી.પરંતુ જ્યારે પોલીસ દ્વારા તેના ઘરના એક રૂમમાં જ્યારે ખોદકામ કરવામાં આવ્યું તો તે મુશ્કેલીમાં મુકાઇ ગઇ.અને પરસેવો વળી ગયો.કેમકે તેના ઘરે મહેશ તિડકે નામના વ્યક્તિએ નોટના ૨ થેલા ભરીને જમીનમાં ડાટી દીધા હતાં. મહેશભાઇ એ આ ગરીબ નિશા બાઈને પૈસાની લાલચ આપીને ઘરમાં પૈસા ભરેલા બેગ દાટી દેવામાં આવ્યા છે તે વાત કોઈને કહેવાની ના પાડી હતી.

વાસ્તવમાં થોડા દિવસ પહેલાં જ બાળાઘટ માં એક કંપની બનાવી થોડા સમયમાં જ પૈસા ડબલ કરી આપવાની લાલચ આપતા લોકોનો પડદો ફાસ થયો હતો.આ નકલી કંપનીમાં ભોળા લોકો તેમના ચંગુલમાં આવી ગયા હતા.અને આ કંપની વિરૂદ્ધ CM ને ફરિયાદ કરી હતી. ત્યાર પછી આ ગેંગના માસ્ટર માઇન્ડ ગણાતા અજય ટીડકે સહિત 11 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. અને આ કેસની ચાલી રહેલી તપાસમાં જ પોલીસને નિશાબાઈના ઘરની ખબર પડી હતી.

જેમાં ઘટના એમ બની હતી કે લોકોની મહેનત પરસેવાની કમાઈને ટૂંક સમયમાં ડબલ ત્રિપલ કરી આપવા નો દાવો કરતી એક ગેંગ ને પકડવામાં આવી હતી.જેમાં મુખ્ય આરોપી સોમેંદ્ર કંકનાયે,હેમરાજ આમદારે અને અજય ટીડકે જ્યારે પોલીસની હિરાસતમાં આવ્યા તો તેમની આખી કારનામાની કુંડળી દિલ્લી સુધી પહોંચી ગઈ .સાથે જ બાલાઘત એરિયો બહુ જકસલો ના પ્રભાવમાં જોવા મળે છે.તેથી આરોપીઓ પાસેથી મેળવવામાં આવેલા દસ કરોડ રૂપિયાના આધારે સરકારે આરોપીઓ ને નક્સલવાદીઓ સાથે જોડાયેલા હોવાની શક્યતા દર્શાવી. જેમના પર ફંડિંગનો પણ આરોપ હતો. તેના આધારે જ પોલીસે જાળ બિછાવી અને ખબરી પાસેથી વાત મળતાં જ ગરીબ મહિલાના ઘરે દરોડો પાડવા આવી પહોંચ્યા હતાં.

મહિલાના ઘરની હાલત જોઈ ને કોઈ પણ અંદાજો ના લગાવી સકે કે આના ઘરમાં આટલી મોટી રકમ હોય સકે છે. અને તે મહિલા ગરીબ નહિ પરંતુ અમીર હસે. આ મહિલા નિશા બાઈ ને પણ આ જાણ નહોતી જ્યારે પોલિસ દ્વારા તેના ઘરમાં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે જમીનની અંદર મોટા બે બેગ ભરેલા મળ્યા.અને જ્યારે આ બેગ ને ખોલવામાં આવ્યા તો મહિલાની સાથે પોલીસની પણ આંખો પહોળી થઈ ગઈ. બેગમાંથી નોટના બંદલ નીકળતા જતા હતા અને ધીમે ધીમે એક મોટો ઢગલો થઇ ગયો.જ્યારે આ તમામ રકમની ગણતરી કરવામાં આવી તો આ રકમ ૧ કરોડ ૩૫ લાખ રૂપિયા નીકળી .

આની પહેલા જ્યારે પોલીસે પૈસા ડબલ કરતી ગેંગ ને પકડી ત્યારે આરોપીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ બે અલગ અલગ જગ્યાઓ પરથી ૧૦ કરોડ રૂપિયા મળી આવ્યા હતા.આટલી મોટી રકમ ને ગણતરી કરતાં પોલીસ અને ઈન્કટેકસ ના અધિકારીઓ ના પરસેવા છૂટી ગયા હતા.નોટના બંડલની સંખ્યા એટલી બધી હતી કે નોટની ગણતરી કરતું મશીન પણ જવાબ આપી ગયું હતું.અને કાર્યવાહીમાં કોઈ વાંધો નાં આવે તે માટે આસપાસના જિલ્લા ઓ માંથી પણ નોટ ગણવાના મશીન મંગાવવમાં આવ્યા હતા.

પોલીસે ગરીબ મહિલા નિશા બાઈને હાલમાં તો ધરપકડ કરી લીધી છે.કેન્દ્ર સરકાર ને મળેલી માહિતી ના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે.સાથે જ એ પણ હકીકત જાણવામાં આવશે કે સુ આ ગેંગ નક્સલવાદી ઓ સાથે મળેલી છે કે નહિ? બાલઘટ ના એસપી સૌરભ સુમન નું માનવું છે કે આ પહેલી એવી ઘટના બની છે કે જેમાં ૧૧ આરોપીઓ ના મળ્યા પછી આટલી મોટી રકમ મળી હતી.પોલીસને જણાઈ રહ્યું છે કે આ અંગે હજુ વધારે સચોટ ખુલાસા મળવાના બાકી છે.

એકબાજુ જ્યારે ગરીબ મહિલા નિશા બાઈ ના ઘરેથી જમીનની અંદર આટલી મોટી રકમ મળી છે તો સામે તેના પછીના દિવસે જ ફ્રોડ માં કેસમાં ધરપકડ કરવામાં આવેલા ૯ કેદીઓને મધ્યપ્રદેશ હાઇકોર્ટ દ્વારા જમાનત આપવામાં આવી હતી.આરોપીઓના વકીલ દ્વારા જણાવવામાં આવ્યું કે અત્યારે આરોપીઓ નક્સલવાદી સાથે ભળેલા છે તે અંગે હજુ કોઈ સબૂત મળ્યા નથી આથી તેઓ જમાનત પર છૂટ્યા હતા.અને સરકાર પાસે તેમના વિરૂદ્ધ કોઈ સબૂત નથી.સાથે જ મામલાની ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવી હતી.આ ઘટનાનાં મુખ્ય આરોપી સોમેંદ્ર કંકરાયને, પ્રદીપ કાંકરાયને, હેમરાજ આમદારે, અજય ટીડકે સાથે અન્ય સાથીઓ તમેશ મન્સુર,રાકેશ મન્સુર, મનોજ સોનેકર, લલિત કુમાર, રામચંદ્ર કલમેલે,રાહુલ બાપુરે ને જમાનત પર છોડવામાં આવ્યા હતા.

જૂન ૨૦૨૧ માં મધ્યપ્રદેશ ના બાલાઘાત માં ૨૦ કરોડ રૂપિયા નો ફ્રોડ નો મામલો જોવા મળયો હતો. તે સમયે પકડાયેલા મોટા આંતરરાજ્ય નેટવર્કની સાથે દેશના 18 રાજ્યો જોડાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. પ્રતિષ્ઠિત ઓનલાઈન કોમર્શિયલ કંપનીઓથી મોબાઈલ મંગાવી કરોડો રૂપિયાની હેરાફેરી કરી હતી. આ સાયબર ક્રાઈમમાં પોલીસે તે સમયે 300થી વધુ મોબાઈલ હેન્ડસેટ, લાખોની રોકડ અને 8 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં બે આરોપી બાલાઘાટના હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *