મોરબી દુર્ઘટનામાં એક જ પરિવારના 12 લોકોના મૃત્યુ !એક જ ઘરમાંથી 12 અર્થી ઉઠતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા…..

જેમ તમે જાણતાજ હશો કે રવિવારે મોટી કરૂણાંતિકા સર્જાઇ છે. મોરબીની શાન સમાન અને ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટતા અનેક લોકો મચ્છુ નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. હાલ 141થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી તાત્કાલિક બચાવ કામગીરી અંગે તાકીદ કરી હતી. દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મોરબી પહોચ્યા હતા. પૂલ તૂટ્યો એ સમયે અનેક લોકો પૂલ પર હાજર હતા. આથી મોતનો આંક હજુ વધવાની શક્યતા છે.

તેમજ તમને જણાવીએ તો રાજકોટના સાંસદ મોહન કુંડારીયા આખી રાત બચાવ કાર્યમાં હતા. પણ તેઓને ખબર પડી કે, આ ગોઝારી ઘટનામાં મારા જ 12 સગા મોતને ભેટ્યા છે ત્યારે કુંડારીયા પરિવારમ આઘાતમાં સરી પડ્યો હતો. કુંડારીયાના બહેનના જેઠ સુંદરજીભાઈની ચાર દીકરી, ત્રણ જમાઈ અને પાંચ ભાણેજ ઝૂલતો પુલ તૂટ્યો ત્યારે મચ્છુ ડેમમાં ડૂબી ગયા હતા. આ તમામના મોત નીપજ્યા છે. જેમાં સુંદરજીભાઈની ત્રણ દીકરી તો એક જ ગામ ખાનપરમાં જ સાસરે હતી.

 

અવમ મૃત્યુ પામનાર મોરબીથી 10 કિમી દૂર ખાનપર ગામના જીવાણી, રૈયાણી અને અમૃતિયા પરિવારના સભ્યો હતા. આથી જીવાણી, રૈયાણી અને અમૃતીયા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આમ તમને વિગતે જણાવીએ તો સુંદરજીભાઈને છ દીકરી છે અને તેમાં ત્રણ દીકરી એકતાબેન જીવાણી, ધારાબેન અમૃતીયા અને દુર્ગાબેન એક જ ગામ ખાનપરમાં સાસરે છે. ગઈકાલે એકતાબેન ચિરાગભાઈ જીવાણી, ધારાબેન હરેશભાઈ અમૃતીયા (ઉં.વ.46), ધારાબેનના પતિ હરેશભાઈ માવજીભાઈ અમૃતિયા (ઉં.વ.47), બે પુત્રી જેન્વી (ઉં.વ.19), ભૂમિ (ઉં.વ.17), દુર્ગાબેનની દીકરી કુંજલ સહિત 12 સભ્યો ફરવા માટે મોરબીના ઝૂલતા પુલ પર ગયા હતા.

આમ અચાનકજ ત્રણ સમયે પૂલ તૂટતા તમામ 12ના મોત નીપજ્યા હતા. કુંજલ ચાર માસી સાથે ગઈ હતી. જ્યારે તેના માતા-પિતા ગયા નહોતા એટલે તેઓ બચી ગયા છે. આમ યોગેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ ખૂબ જ દુઃખદ બનાવ છે. અમારા ગામના જીવાણી પરિવારના ચિરાગભાઈના એકતાબેન સાથે એક વર્ષ પહેલા લગ્ન થયા હતા. ચિરાગભાઈ મારા પાડોશી હતા. હરેશભાઈ મારા કૌટુંબિક ભાઈ થતા હતા.

રૈયાણી પરિવારમાંથી દીકરી અવસાન પામી છે તેના પપ્પા શૈલેષભાઈ મારા મિત્ર છે. ગામમાં એકદમ ગમગીન માહોલ છે. ચારેય બાજુ રોકકળ છે. અમારા ગામની વસ્તી 5 હજારની છે. આ ઘટાના પાછળ જે કોઈ તંત્ર કે કોઈ જવાબદાર છે તેના પર પૂરેપૂરા પગલા લેવા જોઈએ. આ લોકોને ખરેખર ન્યાય આપીને સરકારે શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. સરકાર ખરા દિલથી કરવા માગતી હોય તો ન્યાય આપી શ્રદ્ધાંજલિ આપે તેવી મારી માગ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *