મોત: ઉતાવળે રોંગ સાઈડમાં બાઈક હંકારી રહેલા મહુધાના ધોરણ ૧૨ના વિદ્યાર્થીનું કારની અડફેટે ઘટનાસ્થળે જ મોત

અતિશય દુર્ભાગ્ય જનક ઘટના મહુધા રેસ્ટ હાઉસ ચોકડી નજીક બનાવ પામી છે.આ ઘટનામાં મહુધા રેસ્ટ હાઉસ ચોકડી નજીક નડિયાદ તરફથી પુરપાટ એક બાઈક રોન્ગ સાઈડમાંથી આવી રહી હતી જે હંકારનાર ધો. ૧૨ નો પરીક્ષાર્થી વિદ્યાર્થી હતો અને તેણે રોન્ગ સાઈડમાં બાઈક ચલાવીને સામેથી આવતી અલ્ટો કાર સાથે પોતાની બાઈક અથડાઈ હતી.તારીખ ૦૪/૦૪/૨૦૨૨ ના બોપોરે ૩ વાગે આ અકસ્માત થયો હતો અમે બાઈક પર ૨ યુવકો સવાર હતા અને તેઓએ બાઈક પર કાબુ ગુમાવતા, બાઈક કાર સાથે ધડાકભેર અથડાયું હતું.

આ કમનસીબ ઘટનામાં બાઈક ચાલાક નીલકુમ્મર પટેલનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું જે ધો.૧૨ ની બોર્ડની પરીક્ષા આપવા જય રહ્યા હતા તથા તેની પાછળ બેઠેલા યુવકને પણ ગંભીર ઇજા થતા તેમને સ્થાનિક ખાનગી દવાખાને ખસેડવામાં આવતા હાલમાં તેની સ્થિતી સ્થિર હોવાનું સામે આવ્યું છે.આ ઘટનામાં સૌથી કરુણા જનક વાત એ છે જે હજુ ૫ વર્ષ પહેલા જ આ યુવકના પિતાનું મોત થયું હતું અને હવે આ દીકરો પણ ચાલ્યો જતા યુવકની માતા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *