એક્ટ્રેસ રશ્મિરેખાના મોતના 15 દિવસ બાદ તેના બોયફ્રેન્ડ સંતોષ પાત્રાએ પણ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવિ લીધું…સુસાઇડ નોટમાઁ લખ્યું કે…

હાલ દેશમાં અને રાજ્યમાં આપઘાત ની ઘટના ખુબજ વધતી જણાઈ છે લોકો આપઘાત કરી જીવન ટૂંકાવે છે તેમજ આપઘાતની પાછળનું કારણ ઘણી વખત ખબર પડતું હોઈ છે તો વળી ઘણીવાર આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતું હોઈ છે. આમ ઓડિશામાંથી પણ એક આપઘાત ની ઘટના સામી આવી રહી છે જેમાં આપઘાતનું કારણ પણ સામું આવતું જોવા મળી રહ્યું છે ચાલો તમને આ ઘટના  વિષે વિસ્તાર માં જણાવ્યે.

આ ઘટના ઓડિશા જિલ્લામાંથી સામી આવી રહી છે જ્યા એક લોકપ્રિય ઓડિશા એક્ટ્રેસ રશ્મિરેખા ઓઝાએ થોડાં દિવસ પહેલાં આત્મહત્યા કરી હતી. હવે રશ્મિરેખાના બોયફ્રેન્ડ સંતોષ પાત્રાએ પણ સુસાઇડ કર્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે, બુધવાર 6 જુલાઈના રોજ ઓડિશાના રાઉરકેલાની બસંત કોલોનીમાં આવેલા ઘરમાં સંતોષ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જે જોઈ લોકો પણ ખુબજ ચોકી ગયા હતા. તેમજ માનવામાં આવે છે કે સંતોષે 5 જુલાઈની મોડી રાત્રે આત્મહત્યા કરી હતી.

આમ ત્યારબાદ સંતોષને રૂમમાં લટકતો જોયા બાદ તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, હાજર ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસે કેસ દાખલ કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. તેમજ સંતોષની માતાએ કહ્યું હતું કે દીકરો ગર્લફ્રેન્ડના મોત બાદથી ડિપ્રેશન તથા માનસિક રીતે હેરાન હતો. આથી જ તેણે આ ગંભીર પગલુંભર્યું છે. સંતોષે અનેકવાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ દર વખતે તેને સાંત્વના આપતા હતા. જોકે, પોલીસ સ્ટેશનમાંથી પરત ફર્યા બાદ તેણે રશ્મિરેખાના મોત અંગે વધુ પડતું વિચારવાનું શરૂ કર્યું અને અંતે તેણે આ પગલું ભર્યું.

15 દિવસ પહેલાં 23 વર્ષીય એક્ટ્રેસ રશ્મિરેખાની લાશ ઓડિશાના ભુવનેશ્વરના નયાપાલી વિસ્તારમાંથી ભાડેના ઘરમાં પંખા સાથે લટકતી મળી હતી. રશ્મિરેખાના પિતાએ કહ્યું હતું કે તેમની દીકરીના મોત માટે સંતોષ પાત્રા જવાબદાર છે. રશ્મિરેખા પ્રેમી સંતોષ સાથે લિવ-ઇનમાં રહેતી હતી. આ સ્ટેહે મીડિયા સાથેની વાતચીતમાં રશ્મિરેખાના પિતાએ કહ્યું હતું કે દીકરીના મોતની જાણ સંતોષે કરી હતી. શનિવાર, 18 જૂનના રોજ અનેક ફોન કૉલ કર્યા હતા, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહોતો. રશ્મિના મકાનમાલિકે કહ્યું હતું કે સંતોષ ને રશ્મિ બંને પતિ-પત્નીની જેમ રહેતાં હતાં. તેમને આ વાતની કોઈ માહિતી નથી. રશ્મિરેખા ઓડિશા ટીવી ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તે ટીવી સિરિયલ ‘કેમિતિ કહિબી કહા’ના રોલ માટે જાણીતી બની હતી.

રિપોર્ટ્સ પ્રમાણે, પોલીસે કહ્યું હતું કે 23 વર્ષીય એક્ટ્રેસનું 18 જૂનના રોજ મોત થયું હતું. તેઓ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જુએ છે. હાલમાં આ સુસાઇડનો કેસ લાગે છે. સુસાઇડ નોટમાં એક્ટ્રેસે કોઈને જવાબદાર ઠેરવ્યા નથી. તેઓ કેસની તપાસ કરે છે. તેમજ વધુ સૂત્રોના મતે, રશ્મિરેખા ઓડિશાના જગતસિંહપુરના જિલ્લાના તિરતોલ વિસ્તારમાં રહેતી હતી. તે અહીં છેલ્લા દોઢ મહિનાથી બોયફ્રેન્ડ સંતોષ પાત્રા સાથે ભાડાના ઘરમાંથી રહેતી હતી. જોકે છેલ્લા થોડા દિવસથી બંને અલગ રહેતાં હતાં. બંનેના પરિવાર હાલ ખુબજ શોકમાઁ છે. અને ગમની લાગણી છવાઈ ગઈ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *