૧૮ વર્ષની આશિયાને પસંદ આવ્યો ૬૧ વર્ષનો શ્મશાદ, બંનેએ જણાવ્યું કેવી રીતે થયું આ મિલન…

કહેવાઈ છે કે જયારે એક વ્યક્તિ બીજા વ્યક્તિના પ્રેમમાં પડે છે ત્યારે તેને કોઈ પણ દેખાતું નથી સિવાય તે વ્યક્તિ. વ્યક્તિને ક્યારે કોની સાથે અને કેવી રીતે પ્રેમ થઈ જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેવોજ એક પ્રેમ કિસ્સો પાકિસ્તાન માંથી સામે આવી રહ્યો છે. આ લગ્નની હાલ ખુબજ ચર્ચા થઇ રહી છે. આવો તમને આ લગ્ન વિષે વિસ્તારમાં માહિતી આપીએ.

આ લગ્ન પાકિસ્તાન માંથી સામે આવી રહ્યા છે. જ્યાં  61 વર્ષના રાણા શ્મશાદે 18 વર્ષની આશિયા સાથે લગ્ન કર્યા છે. રાણા શ્મશાદ જે રાવલપીંડીનાં રહેવાસી છે. જોકે આ પ્રેમ સબંધ વિશે આશિયાએ એક રીપોર્ટમાં જણાવ્યું કે “રાણા શ્મશાદ અમારા વિસ્તારમાં ગરીબ છોકરીઓનાં લગ્ન કરાવતા હતા. મને તેમનું એ કાર્ય સારું લાગ્યું. મારી તેમની સાથે એક-બે વાર મુલાકાત પણ થઈ. મહોલ્લા વાળા પણ તેમના વિશે સારી વાતો કરતાં હતા. ત્યાર પછી તેણે નિર્ણય લઈ લીધો કે તે શ્મશાદ સાથે લગ્ન કરશે.”

તેમજ શ્મશાદે પણ જણાવ્યું કે ‘તે પોતાને ખૂબ જ નસીબદાર માને છે કે આ ઉંમરમાં લાઈફ પાર્ટનર મળી. વધુમાં શ્મશાદનું કહેવું છે કે આશિયા તેનું ખૂબ જ ધ્યાન રાખે છે.’ જયારે બીજી બાજુ એશિયાએ જણાવ્યું કે શ્મશાદ પણ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે. આશિયાએ જણાવ્યું કે, તેમને જે વસ્તુની પણ જરૂરત હોય છે, તે વસ્તુ શ્મશાદ લાવી આપે છે. મારા પરિવારની મદદ પણ કરે છે.

શ્મશાદે જણાવ્યું કે તેમના લગ્નની વાત સાંભળીને ઘણા સબંધીઓએ મોઢું ચડાવ્યું. લોકો આમ પણ જીવવા નથી દેતા. કોઈને કોઈ મુશ્કિલ ઉભી કરવાના પ્રયત્નો કરે છે. લોકો ઉંમરના અંતરને લઈને અસહજ હતા. જ્યારે આશિયાને ઇંટરવ્યૂ દરમિયાન પૂછવામાં આવ્યું કે આટલી ઓછી ઉંમરમાં મોટી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કરવાની શું જરૂરત હતી. જે સવાલના જવાબમાં આશિયાએ જણાવ્યું કે, ‘સબંધીઓ તો હજી પણ કહેતા રહે છે, લોકો આમ પણ વાત કરવાથી પાછળ નથી ખસતા’. હું જ્યારે પણ મહોલ્લામાં જાઉં છું તો લોકો કહે છે કે તે આનામાં શું જોયું ?’ આશિયાએ જણાવ્યું કે તે લોકોને નથી સમજાવી શકતી. તેમજ તેને આ વાતોથી કોઈ ફરક પડતો નથી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.