અમેરિકામાં બીજા વિશ્વયુદ્ધના સમયના 2 વોર વિમાનો હવામાંજ ટકરાયા! અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર થતાં જ…જુઓ વિડીઓ

મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર દંગ રહી જાવ તેવા ભયાનક અકસ્માત વાળા વિડીઓ જોતા હશો. તેવીજ હાલમાં પણ એક વિડીઓ સામે આવી રહ્યો છે જે અમેરિકાનો છે જેમાં એવો ભયાનક અકસ્માત જોવા મળે છે જે જોઈ તમારી આંખો પણ ફાટીને ચાર થઇ જશે. આ અકસ્માતમાં અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં એર શો દરમિયાન એક ભયાનક અકસ્માત થયો હતો. અહીં ડલ્લાસમાં બીજા વિશ્વયુદ્ધના સમયના 2 વોર વિમાનો હવામાં જોરદાર ટકરાયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર થતાં જ એક વિમાનના બે ટુકડા થઈ ગયા, જ્યારે બીજું વિમાન સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં પાયલોટ અને ક્રૂ મેમ્બર સહિત 6 લોકોના મોતની આશંકા છે.
આમ આ અકસ્માત બાદ એક ડઝન કરતા પણ વધુ ફાયર બ્રિગેડની ગાડીઓને એરપોર્ટ પર બોલાવવામાં આવી હતી, જેથી પ્લેનમાં લાગેલી આગ પર કાબૂ મેળવી શકાય. આ ઘટના સ્થાનિક સમય અનુસાર બપોરે 1.20 વાગ્યાની આસપાસ બની હતી. FAA અનુસાર, એક બોઈંગ B-17 ફ્લાઈંગ ફોર્ટ્રેસ અને બેલ P-63 કિંગકોબ્રા ટકરાયા હતા. હવામાં અથડાયા બાદ બંને પ્લેન જમીન પર પડી ગયા હતા. આ ઘટના બાદ ડલ્લાસ એક્ઝિક્યુટિવ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી.

તેમજ આ ઘટનાની જાણકારી મળ્યા બાદ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઇમરજન્સી કર્મચારીઓ ડલ્લાસ એરપોર્ટ પર પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે બંને પ્લેન એકબીજા સાથે અથડાયા બાદ જમીન પર પડ્યા હતા. જે બાદ તેમાં આગ લાગી હતી. આમ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી વિડિયો ક્લિપ્સ આ ઘટના દર્શાવે છે, જે ઘણા લોકોએ કેમેરામાં કેદ કરી હતી, જેમાં બે વિમાનો અથડાતા અને આગની જ્વાળાઓમાં લપેટાયેલા જમીન પર ક્રેશ થતા બતાવે છે.

 

લાઈવ એરિયલ વીડિયોમાં અથડામણના સ્થળે વિમાનનો કાટમાળ દેખાઈ રહ્યો છે. FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) બંનેએ તપાસ શરૂ કરી છે જમીન પર પડ્યા બાદ બંને પ્લેન આગમાં લપેટાઈ ચૂક્યા હતા. ધુમાડાના ગોટેગોટા દુરથી જોઈ શકાતા હતા. પ્લેન ટકરાઈને જમીન પર તુટી પડ્યા બાદ આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. ઘટના બાદ એરપોર્ટ પર સેંકડો લોકો એકઠા થઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં તે જાણી શકાયું નથી કે વિમાનમાં કેટલા લોકો સવાર હતા. FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *