૩ ફૂટનો વરરાજો અને ૪ ફૂટની દુલ્હને લગ્ન કરીને નવજીવનની શરુઆત કરી! તસ્વીરો જોઇને તમે પણ કેહશો ‘ક્યુટ જોડી છે…
આમ તો તમે સોશિયલ મીડિયા અને સમાચારોના માધ્યમથી અનેક એવા અનોખા લગ્ન જોયા હશે. એવામાં હાલ આજના આ લેખના માધ્યમથી અમે અનોખા લગ્નનો જ કિસ્સો લઈને આવ્યા છીએ જેમાં વરરાજો ૩ ફૂટનો અને દુલ્હન ૪ ફૂટની હતી. આ લગ્નની તસ્વીરો જોઇને સોશિયલ મીડિયા યુઝરો પણ આ જોડીને ક્યુટ કહી રહ્યા હતા અને આ જોડીને ખુબ જ પ્રેમ આપી રહ્યા હતા.
જણાવી દઈએ કે આવા અનોખા લગ્ન મહારાષ્ટ્ર માંથી સામે આવ્યા હતા જ્યાં 29 વર્ષીય યુવકના લગ્ન ૧૯ વર્ષીય છોકરી સાથે થયા હતા. આ લગ્ન ખાસ એટલા માટે રહ્યા હતા કારણ કે વરરાજો અને દુલ્હન બંનેની હાઈટ ઓછી છે અને આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે જે વ્યક્તિની સાવ ઓછી હાઈટ હોય છે તેને છોકરી મળવી પણ મુશ્કેલ છે પણ કેહવાય છે ને કે ભગવાન કે ઢેર હૈ અંધેર નહી.
એવામાં યુવકને તેના જેવી જ છોકરી મળી જતા ધામધૂમથી લગ્ન કરવાનું વિચાર્યું હતું પણ કોરોના કાળને લીધે તેવું થઈ શક્યું હતું નહી આથી મર્યાદિત લોકોમાં આ લગ્ન કરવામાં આવ્યા હતા. આ લગ્નની અનેક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા યુઝરોએ પણ આ જોડીને ક્યુટ ગણાવી હતી, એટલું જ નહી આ લગ્નની તસ્વીરોને પણ ખુબ જ પ્રેમ આપ્યો હતો.
આ 29 વર્ષીય યુવકનું નામ રાજેન્દ્ર કોળી છે જ્યારે દુલ્હનનું નામ નયના હતું. મહત્વની વાત તો એ છે કે આ બંનેના લગ્ન પેહલાથી જ નક્કી થઈ ચુક્યા હતા પણ કોરોનાકાળને લીધે આ લગ્નમાં વિલંબ થયો હતો. જો બંનેના અભ્યાસ વિશે વાત કરવામાં આવે તો વરરાજો ફક્ત ધોરણ દસ સુધી ભણેલો છે જયારે નયના ધોરણ અગ્યાર સુધી જ અભ્યાસ કરેલો છે. આ પેહલા આવા લગ્ન નથી આની પેહલા પણ આવા અનેક અનોખા લગ્ન આવી ચુક્યા છે.