સુરત માં આવેલ સુંવાલી નામના દરિયાકિનારે નાહવા પડેલ ૫ યુવાનો ડૂબ્યા, તેમાંના એક યુવકનો શબ મળતા અરેરાટી પામી હતી….

રોજ બરોજ ઘણા મૃત્યુ નાં કિસ્સાઓ સામા આવતા હોઈ છે અને મૃત્યુ પાછળ નું કારણ જાણી લોકો ના હોશ ઉડી જતા હોઈ છે. તેમજ દરિયામાં નાહવા પડેલ વ્યક્તિનું ડૂબી જતા મોત થાય છે તેવા ઘણા કિસ્સાઓ સાંભળતા અને જોતા હોવ છો. આજે તેવાજ એક સમાચાર સામા આવી રહ્યા છે જેમાં ૫ યુવાનો સુરત ના દરિયાકિનારે નાહવા ગયેલા અને ઊંડે સુધી નાહવા જતા પાંચેય યુવકો ડૂબ્યા હતા.

આ ઘટના સુરતના હજીરા વિસ્તારમાં દરિયાકિનારે પાસે સુવાલીબીચ આવેલો છે ત્યાં બની હતી. સુરતના લોકો મોટા પ્રમાણમાં આ દરિયાકિનારે રવિવારની સવારે તેમના પરિવાર સાથે આવતાજ હોઈ છે. તેમજ ભૂતકાળમાં પણ ઘણા લોકો આ દરીયાકીનારે નાહવા પડ્યા અને ડૂબી જવાની ઘટના સામી આવી હતી તેથી આ દરિયાકિનારે નાહવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. છતાં પણ લોકો દરિયામાં નાહવા પડતા હોઈ છે. ત્યારે વધુ ૫ લોકો દરિયામાં નાહવા પડ્યા અને ડૂબ્યા હતા ની ઘટના સામી આવી છે. જે જોઈ એક સમય માટે તે વિસ્તારમાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો.

કારણક કે આ દરિયામાં બેટ આવેલ છે અને બેટ ફરી વળતા લોકો તેમના પરિવાર સાથે ડૂબી જતા હોવાની ઘટના બની હતી. જોકે રવિવાર હોવાને લીધે સુરતના મોટા પ્રમાણમાં લોકો તેમના પરિવાર સાથે દરિયાકિનારે આવેલા હતા. ત્યારે ૫ યુવાનો દરિયામાં નાહવા પડેલા અને તે લોકો ડૂબી જતા દરીકીનારે અચાનક અફડાતફડી મચી જવા પામી હતી. આ ઘટના પછી લોકો એ તરતજ ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર વિભાગની સાથે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોચી ગયો  હતો. અને બચાવ પ્રયાસ ચાલુ કરી દીધો હતો.

ડૂબી ગયેલ લોકો માં એક ભટાર વિસ્તારના વિકાસ સાલ્વે નામના યુવકને બચાવી લીધો હતો. તેમજ તેની સાથે આવેલા સાગર સાલ્વે શ્યામ સાલ્વે અને અકબર શેખ નામના મિત્રો લાપતા બન્યા હતા. તેમજ ચોકાવનારી વાત તો એ છે કે ઈચ્છાપોર ખાતે રહેતા સચિન કુમાર જાતવ નો મૃતદેહ મળી આવ્યો હતો. અને સ્થાની લોકો બીચ પર આવતા લોકો ને ઘણું સમજાવતા છતાય લોકો દરિયામાં નાહવા માટે પડે છે ડૂબવા થી તેમનું મૃત્યુ થતું હોઈ છે. ત્યારે આ ઘટના ના પગલે હજીરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *