પ્રેમમાં મળ્યો દગો :- ૩૩ વર્ષના યુવાને કર્યો આપઘાત! વિડીયોમાં યુવાને એવું કહ્યું કે….

આજના આ યંગ જનરેશનના જમાનામાં યુવાનોએ યુવાનીને બિરદાવે એવા કાર્યો કરવા જોઈએ એના બદલે આજે યુવાનો આત્મહત્યા તરફ વધુ જી રહ્યા છે…કૂપમંડૂક માનસિકતા ધરાવતા આજના યુવાનો બહુ નજીવી વાતમાં આત્યહત્યા જેવું પગલું ભરીને પોતાની જિંદગીને ટૂંકાવી લેતા હોય છે એવા સમયમાં રાજસ્થાનના કોટા શહેરમાં માત્ર ૩૩ વર્ષના યુવાને પત્ની એને છોડીને બીજે જતી રહે છે એ બાબતમાં દુખી થઈ એને આપઘાત કરી લીધો છે…લોકો સમક્ષ આવેલા વિડીયોમાં હકીક્તમાં સમગ્ર મામલો શું છે તે ચાલો જાણીએ…

મળેલ રીપોર્ટ અનુસાર રાજસ્થાનના કોટા શહેરમાં રહેતા અને ટેલીકોમ કંપનીમાં કામ કરતા અરવિંદ શાક્યવાલે 2017માં નિશા નામની છોકરી સાથે પ્રેમ લગ્ન કરેલ હતા પરંતુ આ પ્રેમલગ્નના કારણે આ યુવાન પોતાના પરિવાર સાથે પણ વ્યવહાર રાખી શક્યો ન હતો…છ મહિના અગાઉ નિશાએ ઉદયપુરમાં એક નોકરી જોડી હતી અને એણે ત્યાં જ રૂમ રાખીને રહેવા લાગી આવા સમયે પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા..આ બાબત અંગે મૃતક અરવિંદે એવો આરોપ લગાવ્યો છે કે નિશા જ્યારે ઉદયપુરમાં રહેતી હતી ત્યારે તેને સંદીપ નામના યુવાન સાથે સંબંધ બનાવ્યો હતો અને એના કારણે તેણીએ અરવિંદ સાથે પણ વાત કરવાનું બંધ કરી દીધું હતું…

આ બધી બાબતથી પરેશાન થઈને સંદીપે એક વીડીઓ ઉતારી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો…જેમાં તે પોતાની વ્યથા જણાવતા કહે છે કે ” “હુ શુ બોલુ! બોલવા કે કહેવા માટે હવે કંઈ બાકી નથી. હું તેને ખૂબ પ્રેમ કરું છું અને મારા મૃત્યુ સુધી કરતો રહીશ. હું સાત જન્મો સુધી પ્રેમ કરીશ. હું તો મરી જઈ તો પણ હું કાયમ તને પ્રેમ કરીશ. મારો પ્રેમ જૂઠો નથી…આ તો મારી હાલત જ ખરાબ છે. મારા માતાપિતા તરફથી, કોઈએ મને ટેકો આપ્યો નથી. હું હંમેશા તને પ્રેમ કરીશ. તું ફક્ત મારા માટે જ બનેલી છે,માત્ર મારા માટે. ફક્ત હું જ તને સ્પર્શ કરી શકું છું અને બાળકો પણ મારા જ હશે. જો કોઈ તમને સ્પર્શ કરશે તો હું તેનો હાથ કાપી નાખીશ. મેં તને ખૂબ પ્રેમ કર્યો છે. હું તને પ્રેમ કરું છુ. બાય… બાય… તને મારી સાથે ઘણી સમસ્યા હતી એટલે હવે હું જાઉં છું. તમારા સૌથી દૂર… તું મને હવે ક્યારેય મળી શકીશ નહીં, સંદીપ પાસે ન જતી. આ વાત તું યાદ રાખજે.”આ અંગેની વ્યથા સંદીપે એ વિડીયોમાં જણાવેલી છે.

આ વીડીઓ લોકોની સામે આવ્યા બાદ આમાં ઘણી બાબતો સ્પષ્ટ થવા પામે છે.. આ બાબત અંગે નિશાના પરિવારજનો પર પણ એવો આરોપ છે કે એ લોકોએ પણ અરવિંદને પરેશાન કર્યો હતો…આથી અરવિંદના પરિવારના લોકોએ નિશા પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે અંગે માંગ કરી રહ્યા છે અને આ અંગેના ન્યાય માટે તેઓ પોલીસને અપીલ કરી રહ્યા છે…

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.