આ યુવક વર્ષો થી મુત્ર પી રહ્યો છે અને મુત્રથી પોતાની ઉમર અટકી ગઈ હોવાનો દાવો કર્યો! વૈજ્ઞાનિકો પણ હેરાન

આ દુનિયામાં માનવીને વિશિષ્ટ અને સૌથી બુદ્ધિશાળી જીવ તરીકે ગણવામાં આવે છે..માનવી ક્યારેક પ્રયોગો કરવામાં ખૂબ જ રસ ધરાવતો હોય છે પરંતુ ક્યારેક તેના સાવ મૂર્ખાઇભર્યા પ્રયોગ જોઈને આપણને પણ હસવું આવે એવા સાબિત થાય છે ..આવો જ એક પ્રયોગ અને ઘટના જોવા મળી છે જે સાંભળીને તમે એક જ શબ્દ બોલશો..”અરરર”ચાલો આ ઘટના વિશે જાણીએ..

 

 

 

 

 

ન્યૂયોર્કના પોસ્ટવા રિપોર્ટ મુજબ, ઈંગ્લેન્ડના 34 વર્ષના હેમ્પશાયરનો રહેવાસી હેરી મટાડિન એવો દાવો કરે છે કે તે વર્ષ 2016 થી દરરોજ 200મિલી સ્વમૂત્ર પીવે છે,હેરીનું આ અંગે માનવું છે કે આના કારણે તે 10 વર્ષ નાનો ,તણાવ મુક્ત દેખાય છે અને માનસિક પીડા પણ ઓછી થવા પામેં છે,એનું માનવું છે કે વાસી પેશાબમાં વૃદ્ધત્વ વિરોધી તત્વો હોય છે .એક રિપોર્ટ મુજબ આ મૂત્ર એક અઠવાડિયા થી લઈને એક મહિના જેટલો જૂનો હોય છે.તે આ અંગે તે જણાવે છે કે પહેલા તેને આનો સ્વાદ બિલકુલ ગમતો ન હતો પરંતુ હવે તેને તેની આદત પડી ગઈ છે જેની આ આદત ને કારણે તે આ પરિવારના સદસ્યો પણ તેને નફરત કરવા લાગ્યા છે..

 

 

 

 

 

જોકે આ યુરિન થેરાપી વિશે હેરીને સોશિયલ મીડિયા દ્વારા જાણ થઈ હતી.જોકે વિદેશના ઘણા લોકો આ થેરાપી Use કરીને પોતાના સ્વાસ્થ્ય અંગે સુધારો કરે છે.આ અંગે તેમનું માનવું છે કે આ થેરાપીને કારણે તેની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થવા પામેં છે.જોકે આ થેરાપીને શિવામ્બુ પાન તરીકે પણ ઓળખવામાં આવે છે.જોકે વૈજ્ઞાનિકો આ અંગે દાવો કરે છે આ પદ્ધતિથી સ્વાસ્થ્યમાં કોઈપણ પ્રકારે સુધારો થવા પામતો નથી,છતાં આ અંગે મતમતાતંરો ચાલ્યા રાખે છે.

 

 

 

 

 

જોકે આ અંગે વધુ જાણીને ઇતિહાસમાં એક ડોકાચીયું મારીએ તો ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઈ પણ ઘણા વર્ષોથી શિવામ્બુ પાન કરતાં હતા,જોકે તેઓ વડાપ્રધાનના પદને મેળવ્યા પછી પણ આ પધ્ધતિ એમણે ચાલુ જ રાખી હતી અને આ પદ્ધતિ અંગે તેઓ બીજાઓને પણ માર્ગદર્શન આપતા.

જોકે આ હેરીનો દાવો બેર ગ્રિલ્સના પ્રખ્યાત શો મેન Vs વાઇલ્ડના એક એપિસોડની.યાદ તાજી કરાવે છે જેમાં જેમાં વોગ વિલિયમથી લઈને નીલ મોરિસી એ સ્વમૂત્ર પદ્ધતિ અપનાવી હતી.જોકે આ અંગે તમારૂ શુ માનવું છે એ એમને જરૂર જણાવશો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.