દારુ હેરફેર કરવાનો કીમીયો જોઈ ભલભલા ગોથું ખાઈ જાય !36 લાખ ઉપરાંતનો વિદેશી દારુ Lcb એ પકડ્યો
હાલ છેલ્લા ઘણા સમય થી રાજ્યમાં અને દેશમાં ગેર કાયદેસર કાર્ય ખુબજ જોવા મળી રહયા છે જેમાં ચોરી, લૂંટફા, દારૂની હેરાફેરી વગેરે ગેરકાયદેસર ગણાતા કાર્ય. તેવામાં હાલમાંજ લાખો રૂપિયાનો દારૂ પોલીસની પકડમાં આવ્યો છે. બે બુટલેગરો એવી રીતે હીરાફેરી કરતા હતા કે તમે પણ વિચારતા રહી જશો. દારૂની કિંમત સાંભળી તમારા પણ હોશ ઉડી જશે. આવો તમને આ સમાચાર વિગતે જણાવીએ.
વાત કરીએ તો વિદેશી દારૂની હેરા ફેરીનો આ કિસ્સો આણંદ જિલ્લા માંથી સામે આવી રહ્યો છે જ્યાં પોલીસ દ્વારા જિલ્લામાં દારૂની હેરાફેરી અટકાવવા સખ્ત પગલાં લેવામાં આવી રહ્યા છે. આણંદ સ્થાનિક ગુના શોધક શાખા અને વાસદ પોલીસે પ્રોહિબિશન ડ્રાઇવ ગોઠવી સપાટો બોલાવ્યો હતો. બન્નેએ દારૂ ભરેલી બે ટ્રક પકડી પાડી તેમાં ભરેલો 36.30 લાખનો વિદેશી દારૂ જપ્ત કરી બૂટલેગર સામે ગુનો નોંધ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે થયું એવું કે આણંદની LCBની ટીમે બાતમી આધારે 11મીની મોડી રાત્રે વાસદ ટોલનાકા પર વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન વડોદરા તરફથી ટ્રક નં. એમએચ 04, એચએસ 2082, આવતા તેને શંકા આધારે રોકી હતી. ટ્રકને સાઇડ પર લઇ તેમાં સવાર બે શખ્સની અટક કરી પુછપરછ કરતાં તેનું નામ તેણે નીતીન ઉર્ફે નવ્નત દિલીપ શિવાજી અને શંભુદેવ ઉર્ફે વિનોદ જાકપ્પા રંગુ જગઘણે (રહે. સાંગોલા, મહારાષ્ટ્ર) હોવાનું જણાવ્યું હતું. આમ જે બાદ તરતજ પોલીસે બન્ને પાસેથી પોલીસે મોબાઇલ જપ્ત કરી લીધાં હતાં અને ટ્રકમાં શું ભરેલું છે ? તે અંગે પુછપરછ કરતાં ભુસાની બેગો ભરી હોવાનું જણાવ્યું હતું. તેના બિલ્ટ્રી માંગતા ડ્રાઇવરે બિલ્ટ્રી અને ઇ-વે બીલ રજુ કર્યાં હતાં. જેમાં ગાંધીધામની કંપનીનું સરનામું હતું. જોકે, બાતમી પાક્કી હોવાથી તોડપત્રી ખસેડી અંદર જોતા કેસરી રંગની પ્લાસ્ટીકની થેલીમાં ભુસુ ભરેલું હતું.
તેમજ થયું એવું કે તે ખસેડીને જોતા અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. આથી, ટ્રકને તાત્કાલિક વાસદ પોલીસ મથકે લઇ ગયાં હતાં. જ્યાં ગણતરી કરતાં ભુસાની કુલ 155 થેલીની આડમાં વિદેશી દારૂ અને બિયરની બોટલ 22,368 કિંમત રૂ.22,60,800 મળી આવી હતી. આથી, પોલીસે દારૂ, ટ્રક રૂ.10 લાખ, મોબાઇલ, રોકડ, દોરડા મળી કુલ રૂ.32,64,350નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ચાલકની પુછપરછ કરતાં આ માલ સુમિત જલીન્દર સદગુરૂનગર (રહે.થાને)એ ભરી આપ્યો હોવાનું કબુલતા પોલીસે નીતીન ઉર્ફે નવનત દિલીપ શિવાજી બીસે, શંભુદેવ ઉર્ફે વિનોદ જાકપ્પા રંગુ જગઘણે અને સુમિત જલીન્દર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.