ભાવનગર મા નવા બંદર રોડ પર સર્જાયો ભયંકર અક્સમાત એક સાથે 4 ના પ્રાણ પંખેરુ ઉડી ગયા.

દેશમાં અને રાજ્યમાં અવાર નવાર ઘણા અકસ્માતો થતા હોઈ છે અને તેમાં ઘણા લોકો નું ઘટના સ્થળેજ મૃત્યુ થતું હોઈ છે. અને ઘણી વાર ગંભીર રીતે ઘાયલ થયેલાઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા હોઈ છે. તેવાજ એક અકસ્માત ભાવનગર ના નવાબંદર પાસે એક ટ્રક સાથે કાર અથડતા ૪ લોકો નું ઘટના સ્થળેજ દુખદ અવસાન થયું હતું.

ભાવનગર શહેરની નજીક આવેલા નવાબંદર રોડ પર આજે વહેલી સવારે સ્વીફ્ટ કાર અને ટ્રક ચાલક વચ્ચે અકસ્માતમી ગોઝારી ઘટના બની હતી. જેમાં ૪ લોકો નાં ઘટનાસ્થળેજ પરજ મૃત્યુ થયું હતું. કાર સવાર આ ૪ લોકો નવાબંદર થી ભાવનગર જઈ રહ્યા હતા અને ટ્રક નવાબંદર કોલસો ભરવા જઈ રહ્યો હતો અને આ દુખદ અકસ્માત બન્યો હતો.

આ અકસ્માત માં ૪ યુવાનનું મોત નીપજ્યું છે અને પરિવાના લોકો ખુબજ રડી રહ્યા છે. તેમજ મૃતક પામેલા લોકોના પરિવારને જાણ કરતા સમગ્ર પરિવાર ત્યાં આવી પહોચ્યું હતું અને હૈયા ભેર રડી રહ્યું હતું. વહેલી સવારે સ્વીફ્ટ કાર નં.GJ04 CJ 1922 અને ટ્રક નં.GJ03 AZ 6153 બંને વચ્ચે ધડાકે ભેર અકસ્માત ની ઘટના સર્જાઈ હતી જે પછી ત્યાંનાં સ્થાનિક લોકો નાં ટોળા વળી ગયા હતા અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સ ને તરતજ કોલ કરવામાં આવ્યો હતો.

આ ઘટનમાં મૃત થયેલ ૪ યુવાનો જેનું નામ રાહુલ ચંદુભાઈ રાઠોડ ઉં.વ. 20 આશરં, ધર્મેશભાઈ ભાનુભાઈ ચૌહાણ ઉં.વ. 24, હરેશભાઇ જેન્તીભાઈ રાઠોડ ઉં.વ. 24 , ધર્મેશ ભુપતભાઇ પરમાર ઉં.વ. 23 આશરે, આમ તેમના પરિવાર માં શોકનો માહોલ થવા પામ્યો હતો જે ખુબજ દુઃખ ની વાત છે અને સમગ્ર પંથકમાં અરેરાટી પામી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *