આ છ વર્ષ ના બાળકને આ કામ કરાવવા માટે મેરેજ કરવા છે બોલો ! વાત જાણીને તમે પણ માથુ પકડી લેશો..
આજકાલના સમયમાં સોશિયલ મીડિયા એ Entertainment માટેનું એક ખૂબ જ.ઉમદા સાધન બની ચૂક્યું છે.. જેમાં રોજ વાયરલ થતાં ફની વિડીયો એ આપણા દિવસનો એક મહત્વનો ભાગ બની જાય છે..એવો જ એક ફની વિડીયો હાલ મીડિયા પર ખૂબ ચર્ચિત થતો જોવા મળ્યો છે..જેમાં એક 6 વર્ષનો બાળક પોતાના લગ્ન અંગેની વાત કરતો જણાય છે..જેની વાત સાંભળી તમે પણ ચોંકીને પેટ પકડીને હસવા લાગશો..એક માહિતી આપને જણાવીએ કે આ વીડિયો જૂનો છે પરંતુ હાલ તે ફરીથી વાયરલ થવા પામ્યો છે..
આ વીડિયોમાં આ માસૂમ બાળક તેની માતાને એવું જણાવે છે કે “મારે લગ્ન કરવા છે.” ઉપરાંત બાળક આ અંગે લગ્નનો હેતુ જણાવતો કહે છે કે “લગ્ન કરવાથી તેને એક જીવનસાથી મળશે, જે તેની માતાને તેના ઘરકામમાં મદદરૂપ થશે અને તેની સાથે સંતાકૂકડી જેવી રમતો પણ રમશે. પરિવારમાં કોઈ સભ્ય ન હોવાને કારણે તે હવે રમી શકતો નથી.અત્યારે ત્રણ લોકોનો પરિવાર છે અને પછી તેના લગ્ન પછી ચાર લોકો થશે.બીજી બાજુ તેની માતા બાળકની તમામ બાબતો પોતાના ફોનમાં રેકોર્ડ કરે છે. બાળકની આ નિર્દોષ માસૂમિયત જોઈને માતા હસે છે. આ સિવાય તે સતત પ્રશ્નો દ્વારા તેના મનને જાણવાનો પ્રયાસ કરતી રહે છે.
આ વિડીયોને પૂર્વ નૌસેના અધિકારી હરિન્દરસિંહ સિક્કાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને આ સાથે તેણે કેપ્શનમાં એમ પણ લખ્યું કે ‘આ યુવાન પાંડેજી માત્ર છ વર્ષના છે.તે સ્માર્ટ, હેન્ડસમ, દેખાવડો, બુદ્ધિશાળી છે પણ એ મૂર્ખ તો નથી જ.સ્માર્ટ ફોન તો તેના માટે રમકડા છે. તેમના બોલાયેલા શબ્દો અને વિચારો તર્ક પર આધારિત છે. અને તે એક યોગ્ય જોડીની શોધમાં છે.આ બાળકનું કથન અને વાત આ વીડિયો જોનાર દરેકના દિલને સ્પર્શી ગઈ હોય એવું જણાય છે
જોકે હાલમાં આ વાયરલ થયેલા ફની વીડિયોમાં આ અંગે તમારો પ્રતિભાવ શુ છે એમને જરૂર જણાવશો…