આ ગામ મા પાણી ના લીધે 60 પરીવારો કરોડપતિ બની ગયા ! જાણો એવુ તો શુ..
મિત્રો તને બધાજ જાણો છો કે જીવનમાં પાણીનું કેટલું મહત્વ હોઈ છે તેમજ એક કહેવત પ્રમાણે ‘ જલ હે તો કલ હે’ આજના સમયમાં ઘણા એવા લોકો જોવા મળે છે જે પાણીનો ખુબજ બગાડ કર્તા હોઈ છ. તો વળી તેનાથી ઉલટું જણાવીએ તો આજે ઘણાં એવા લોકો છે જે પાણીની બચત માટે ખુબજ જાગૃત થયા છે અને પાણી બચવવા માટે ઘણા પ્રયત્નો કર્તા હોઈ છે. તેવીજ રીતે આજે તમને એક તેવાજ ગામ વિશે જણાવીશું જ્યાં ગામમાં પાણી વપરાશનું પણ થાય છે ઓડિટ, કરકસરથી પાણી વાપરીને ખેડૂતો બન્યા છે કરોડપતિ.
વાત કરીએ તો મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાના હિવરે બઝારના ખેડૂતો ખેતીના વ્યવસાયમાં કરોડોપતિ બન્યા છે. ગામમાં કુલ ૨૬૦ પરીવારો રહે છે જેમાંથી ૬૦ પરીવારો ખેતીની આવક મેળવીને કરોડપતિ બન્યા છે. એક સમયે ગામમાં ૧૬૮ પરીવારો ગરીબી રેખાની નીચે જીવતા હતા. જયારે આજે ૧૦૦ થી પણ વધુ પરીવારના લોકોની વાષક આવક ૫ લાખથી માંડીને ૧૦ લાખ સુધીની છે.હિવરે બઝાર ગામ ભૂગોળની દ્વષ્ટીએ રેઇન શેડો વિસ્તારમાં આવેલું હોવાથી વર્ષે માંડ ૮ થી ૧૦ ઇંચ વરસાદ થાય છે. ગામે પાણીના પ્રત્યેક ટીંપાનો સંગ્રહ કરીને સફળતા મેળવી છે. ગામે પાણીના પ્રત્યેક ટીંપાનો સંગ્રહ કરીને સફળતા મેળવી છે.
આમ આ સાતગે જણાવીએ તો આજે હિવરે બઝાર ભારતનું એક માત્ર એવું ગામ છે જયાં પાણીનું પણ ઓડિટ થાય છે. ગામ લોકો એક ટીંપુ પાણીનો બગાડ કરતા નથી આથી ગામની જમીનમાં પાણીના તળ પરંતુ મફતમાં મળે છે તેની કોઇ વેલ્યુ હોતી નથી એવું વિચારીને માત્ર ૩ રુપિયામાં ૫૦૦ લીટર પીવાનું શુદ્ધ પાણી ગામ લોકોને મળે છે. ગામના લોકોને એક ટીંપું પાણીનો પણ બગાડ કરવાની છૂટ મળતી નથી. તેમજ ગામમાં ખેતી ફજેતી બનવાથી ચાર દાયકા પહેલા લોકો ગામ છોડીને શહેરોમાં ચાલ્યા ગયા હતા તે હવે ગામમાં પાછા ફરી રહયા છે. એક સમયનું કંગાળ ગામ ભારતનું કરોડોપતિ ગામ બન્યું જે ચમત્કાર રાતો રાત થયો નથી. ગામ લોકોનો પરીશ્રમ, કોઠાસૂઝ અને નિષ્ઠા રંગ લાવી છે.
આ સાથે ગામના વિકાસમાં સરપંચ પોપટરાવ પવારની લીડરશીપનો મોટો ફાળો છે. આ ગામના પોપટરાવ વર્ષો પહેલા વેપાર ધંધા માટે પુના સ્થાઇ થયા હતા. એક વાર તેઓ પોતાના ગામની જમીન જોવા આવ્યા હતા. તેમણે મહિલાઓને પાણીના બેડા માથે ભરીને લાવતી જોઇને દુખી થયા હતા. પોતે શહેરમાં રહે છે પરંતુ ગામ લોકોની દુદર્શા જોઇને તેમને ગામ માટે કશુંક કરવાનો વિચાર આવ્યો હતો.પાણીના અભાવે પુરતુ ઘાસ ઉંગતું ન હોવાથી પશુઓ અને પશુપાલકોની સ્થિતિ ખૂબજ ખરાબ હતી. સમય જતા તેઓ ગામના લોકોના આગ્રહથી સરપંદ બનવા તૈયાર થયા હતા.
આમ પોપટરાવે રાલેગણ સિધ્ધિમાં અન્ના હઝારેની મુલાકાત લીધી હતી. અન્નાએ પોપટરાવને ગામની જનશકિત જગાડવા માટે શ્રમદાન પર ભાર મુકયો હતો.હિવરે બઝાર ગામમાં જયાં નજર નાખો ત્યાં લીલોતરી જોવા મળે છે. એક સમયે દેવાદાર અને વ્યસનોમાં ડૂબેલા ગ્રામજનો વિકાસનું રોલ મોડેલ બની ગયા છે. આ ગામમાં એક પણ પરીવાર ગરીબી રેખાની અંદર જીવતો નથી. તેમજ જણાવીએ તો જમીન ધોવાણ અને જળ સંગ્રહની કામગીરીમાં મળેલી સફળતા ગામના વિકાસ માટે ટનગ પોઇન્ટ સાબીત થઇ હતી. ૧૯૯૫માં આદર્શ ગામ યોજના હેઠળ વોટર શેડ ડેવલપમેન્ટ હેઠળ અધિકારીઓએ ગામ લોકોને મદદ અને માર્ગદર્શન આપ્યું હતું. સરકારની ગ્રામલક્ષી યોજનાઓનો પ્રમાણિકતાથી નિયમ મુજબ ગામ લોકો અમલ કરે તો ગામની કાયાપલટ થઇ શકે તેનું એક માત્ર જીવંત ઉદાહરણ હોઈ તો આ ગામ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.