સોશીયલ મીડીઆ પર 60 વર્ષ જુનુ પેટ્રોલનુ બિલ થયું વાયરલ ! જુઓ પેટ્રોલ નો ભાવ કેટલો હતો ત્યારે…

આપણા દેશમાં દિવસેને દિવસે મોંઘવારી વધતી જાય છે જેની પાછળ અનેક કારણો જવાબદાર છે. હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો દેશમાં પેટ્રોલની કિંમત ખુબ વધી ગઈ છે. વર્તમાન સમયમાં દેશની જનતા પોતે ખાનગી વાહન વાપરવાનું ટાળી રહ્યું છે અને બસ અને રીક્ષાની મદદથી પોતાની નોકરી ધંધે જતું થયું છે, આ બધા પાછળ ફક્ત એક જ કારણ જવાબદાર છે જે પેટ્રોલનો વધતો ભાવ છે. આજે અમે પેટ્રોલના જ ભાવ વિશે વાત કરવાના છીએ જેના વિશે જાણીને તમને પણ વિશ્વાસ નહીં થાય.

આતો હવે દેશમાં આટલી બધી મોંઘવારી વધી ચુકી છે બાકી થોડા વર્ષો પેહલાની જો વાત કરવામાં આવે તો પેહલા અનેક એવી વસ્તુઓ ખુબ સસ્તી મ્લિત હતી. આજના આ લેખના માધ્યમથી અમે એક એવા પેટ્રોલનું બિલ લઈને આવ્યા છીએ જે 60 વર્ષ જૂનું છે, એટલે કે આ બિલ 1963ના વર્ષનું છે. તમને નહીં ખબર હોઈ કે 1963માં પેટ્રોલ સાવ આટલી ઓછી કિંમતે વેચાતું હતું. આ બિલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો પણ મોઢામાં આંગળા જ નાખી ગયા હતા કારણ કે પેટ્રોલની કિંમત જ સાવ આટલી દર્શાવામાં આવી છે.

જણાવી દઈએ કે વર્ષ 1963માં પાંચ લીટર પેટ્રોલની કિંમત ફક્ત 3 રૂપિયા સાંઠ પૈસા જ હતી, હવે તમે આના પરથી વિચારો કે તે સમયમાં બીજી બધી વસ્તુઓ પણ કેટલી સસ્તી હશે? તે વર્ષમાં પેટ્રોલની કિંમત સસ્તી હોવાના પણ અનેક કારણો છે. તમે જાણતા જ હશો કે તે સમયમાં ઘણા ઓછા લોકો પાસે પોતાના ખાનગી વાહનો હશે જે પેટ્રોલથી ચાલતા હોય. હવે 5 લીટર પેટ્રોલના ફક્ત 3 રૂપિયા સાંઠ પૈસા થાય છે તો એક લીટરની પેટ્રોલ ફક્ત 72 પૈસા જ થાય છે.

navbharat times 96736410

જો વર્તમાન સમયમાં એક લીટર પેટ્રોલની આટલી કિંમત હોત તો નાના નાના બાળકો પણ હાલ ગાડીઓ લઈને ફરતા જોવા મળેત. આજના દિવસમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાના આંકડા અડવા આવી ચુક્યો છે જે આમ તો સારી વાત છે જયારે આમ ખરાબ વાત છે. સારી વાત એ છે કે જેમ લોકો પેટ્રોલ ઇંધણ વાળા વાહનો ચલાવાનું મુકશે તેમ તેમ પ્રદુષણ ઘટશે જયારે ખરાબ વાત એ છે કે વધતા જતા પેટ્રોલના ભાવને લીધે ગરીબો તથા મધ્યમ વર્ગના લોકો પર મોંઘવારીનો માર પડ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *