નદીમાંથી નીકળી આવી 600 વર્ષ જૂની ભગવાનની મૂર્તિઓ…થયું એવુ કે નદી…

મિત્રો જેમ તમે જાણોજ છો કે ઘણી વખત આપણને જમીન ખોદતી વખતી ખુબજ જુના અવશેષો મળી આવતા હોઈ છે જી પહેલાના સમયના લોકોના હોઈ છે અને તે અવશેષો તે લોકોના અસ્તિત્વનો દાવો કરતા હોઈ છે. હાલ એક તેવીજ રીતે ભારતમાં નહિ બાલકે ચીનમાંથી 600 વર્ષ જુના અવશેષો અને મૂર્તિઓ મળી આવી છે. તો ચાલો તમને તેની જાણકારી વિગતે જણાવીએ.

મિત્રો વાત કરીએ તો આ કિસ્સો ચીનમાંથી સામે આવી રહ્યો છે જ્યાં મૂર્તિમાં ભગવાન બુદ્ધ કમળના આસન પર બેઠેલા જોવા મળે છે. આ શિલ્પો મિંગ અને કિંગ સામ્રાજ્યના હોવાનું કહેવાય છે. ચીનમાં લગભગ 2 મહિનાથી ભીષણ ગરમીનું મોજું ચાલી રહ્યું છે. ચીની અધિકારીઓ પર કૃત્રિમ વરસાદ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ચીનમાં ભયંકર દુષ્કાળ છે. 50થી વધુ નદીઓ સુકાઈ ગઈ છે. ત્યાં સુધી કે કૃત્રિમ વરસાદ કરાવવાની પણ વાત થઇ રહી છે. આ બધાની વચ્ચે દુષ્કાળના કારણે એક નદીની અંદરથી ત્રણ 600 વર્ષ જૂની મૂર્તિઓ બહાર આવી છે. આ મૂર્તિઓ ભગવાન બુદ્ધની છે.

આમ સ્ટેટ મીડિયા જિન્હુઆના અહેવાલ મુજબ યાંગ્ત્ઝી નદી સુકાઈ રહી છે. તેના કારણે ચીનના દક્ષિણ-પશ્ચિમમાં આવેલું ચોંગકિંગ નામનો એક ટાપુ જે અગાઉ ડૂબી ગયો હતો તે હવે પાણીમાંથી બહાર આવી ગયો છે. આ સાથે ભગવાન બુદ્ધની ત્રણ મૂર્તિઓ પણ સામે આવી છે. આ ત્રણ શિલ્પો ટાપુના ટોચના ખડકો પર હાજર હતા. આ દ્વીપનું નામ ફોએલિયાંગ છે. આ શિલ્પો વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે મિંગ અને કિંગ સામ્રાજ્ય દરમિયાન બનાવવામાં આવી હતી. આમાંથી એક મૂર્તિમાં ભગવાન બુદ્ધ કમળના આસન પર બેઠેલા જોવા મળે છે.

તેમજ ચીનના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં દુષ્કાળના કારણે યાંગ્ત્ઝી નદીનું જળસ્તર ઝડપથી ઘટી રહ્યું છે. જુલાઈથી, યાંગ્ત્ઝે બેસિનમાં સામાન્ય કરતાં 45 ટકા ઓછો વરસાદ થયો છે. સત્તાવાર આગાહી મુજબ આગામી સપ્તાહ સુધી ગરમી ચાલુ રહેશે. સ્ટેટ બ્રોડકાસ્ટર CCTVએ 19 ઓગસ્ટના રોજ અહેવાલ આપ્યો હતો કે ચોંગકિંગના 34 જિલ્લામાંથી પસાર થતી 66 નદીઓ સુકાઈ ગઈ છે. જેના કારણે દેશમાં વીજળીનું ઉત્પાદન પણ અટકી ગયું છે. કારણ કે હાઈડ્રોપાવર ડેમ પણ સુકાઈ ગયા છે. જેના કારણે ઘણી શિપિંગ કંપનીઓએ પણ પોતાનું કામ બંધ કરવું પડ્યું છે.

તેમજ Axios સાથેની વાતચીતમાં, હવામાનશાસ્ત્રી બોબ હેન્સને કહ્યું કે, મેં વર્ષ 2022ની ઉનાળા જેવી ગરમી અગાઉ ક્યારેય જોઈ નથી. આમ ચીનમાં છેલ્લા 70 દિવસથી હીટ વેવ ચાલી રહ્યું છે. એટલા માટે હવે ચીનના અધિકારીઓ પર કૃત્રિમ વરસાદ કરાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ચીનમાં છેલ્લા 12 દિવસથી તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની ચેતવણી આપવામાં આવી રહી છે અને તેને લઈને સતત રેડ એલર્ટ પણ જારી કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2021ની સરખામણીમાં આ વર્ષે વરસાદમાં 80 ટકાનો ઘટાડો થયો છે. માનવામાં આવે છે કે તેના કારણે જંગલમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. છેલ્લા 10 દિવસમાં જ ચોંગકિંગ અને સિચુઆનના જંગલોમાં આગ લાગવાની 19 ઘટનાઓ બની છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.