7 વર્ષની વિદેશી બાળકી હનુમાન ચાલીસનો પાઠ એવી રીતે કરે છે કે તમે પણ સાંભણીને સ્તબ્ધ થઈ જશો…જુઓ વિડીયો

જ્યારે આપણે અંધારામાં હોઈએ અને ડર લાગી રહ્યો હોય ત્યારે સૌથી પહેલા આપણે હનુમાન ચાલીસા બોલવાનું શરૂ કરી દેતા હોઈએ છીયે. સાથે જ આપણે નાનાં બાળકોને પણ બાળપણથી જ ડર લાગે તો હનુમાન ચાલીસા બોલજો એવું જણાવતા હોઈએ છીયે. પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે. સાથે જ વાલીઓ પોતાના બાળકોને મંત્રો અને પાઠ શિખડાવવા બદલે અંગ્રેજી કવિતાઓ બોલાવવાનું અને શીખવવાનું પસંદ કરતાં હોય છે.હાલમાં ભારતીય લોકો પોતાના બાળકોને અંગ્રેજી શીખવવા માટે બહુ જ તાણ કરતાં હોય છે.

જ્યાં બીજી બાજુ અન્ય દેશના લોકો ભારતીય સંસ્કૃતિ તરફ વળતાં હોય છે. પરંતુ હાલમાં એક એવો વિડીયો સામે આવી રહ્યો છે કે જે જોઇને તમે વિશ્વાસ નહી કરી સકો. એક વિદેશી બાળકી હનુમાન ચાલીસના પાઠ કરતી જોવા મળે છે અને એ પણ સુધ્ધ મંત્રોચાર સાથે હિન્દી ભાષામાં બોલી રહી છે. પહેલી વાર તો કોઈ પણ આ વાત માનવા તૈયાર હોતું નથી પરંતુ જ્યારે સાંભણશો તો ખ્યાલ આવસે કે આ સત્યતા છે. સામાન્ય રીતે કોઈ પણ દેશની ભાષા શીખવી સરળ વાત નથી તેના માટે બહુ જ મહેનત કરવી પડતી હોય છે.

જ્યારે આ નાની 7 વર્ષની રશિયન બાળકી એવું સરસ હિન્દી બોલી સકે છે અને વાત કરતી વખતે પણ જડપથી જવાબ હિન્દી ભાષામાં આપી સકે છે સાથે જ હનુમાન ચાલીસા પણ વાંચે છે. જે જોઈ દરેક લોકો સત્બ્ધ બની રહ્યા છે. આ વાઇરલ થઈ રહેલા વિડીયો માં તમે જોઈ સકો છો કે 7 વર્ષની રશિયન બાળકી કે જેનું નામ ક્રિસટીના છે તે એવું ગજબનું હિન્દી બોલે છે કે તમે પણ દંગ રહી જશો. યૂટ્યૂબર ગૌતમ ખટ્ટરે હાલમાં જ આ બાળકીનું ઇન્ટરવ્યુ લીધું હતું અને તેમાં આ રશિયન બાળકી એ હિન્દીમાં જવાબ આપીને તેના તમામ ચાહકોને ચોકાવી દીધા હતા.

ખટ્ટર આ બાળકીને ભારતના તેના સાહસો વિષે પૂછે છે તો ક્રિસટીના ખુલાસામાં જણાવે છે કે દેશમાં આવ્યા પછી તેને માત્ર હિન્દી સિખી નથી પરંતુ હાર્મોનિયમ પર પણ હાથ અજમાવ્યો છે. રશિયન બાળકીએ ખુલાસો કર્યો કે ભાષા અને કલાના જ્ઞાન ઉપરાંત તેને ધર્મ અને મંત્રો પણ સારી રીતે શીખી હતી. તેમની ભાવિ આકાંશાઓમાં આ દેશમાં ઉછરવું અને ભારતીય પરિવારમાં લગન  કરવાનો સમાવેશ થાય છે.ગૌતમ ખટ્ટરે આ અંગે વિડીયો ટ્વિટ કરીને લખ્યું હતું કે 7 વર્ષની બાળકી ક્રિસટીના એ ભારતીય માતા પિતાના મોઢા પર થપ્પડ છે કે જેઓ પોતાના બાળકોને બ્રિટિશનો સંતાન બનાવવા માંગે છે.

જ્યારે બીજી બાજુ આ રશિયન બાળકી પોતાનો દેશ છોડીને ભારતીય ગુરુકુલમાં ભણવા માટે આવી છે. ભારતીયો આ વિદેશીઓ પાસેથી કઈક શીખે છે. જ્યારે ક્રિસટીના એ પોતાના બેગમાં થી એક બુક કાઢી હતી ત્યારે ગૌતમે તેને પૂછ્યું કે નોટબુકમાં શું છે. ત્યારે આ બાળકીએ જવાબ આપ્યો કે તેને તેના મંત્રી લખવા માટે આ નોટની ઉપયોગ કર્યો છે. રશિયાની આ બાળકિયે યોગ્ય શિષ્ટાચાર ને અનુસરીને હનુમાન ચાલીસના પાઠ કરવાનું શરૂ કર્યું અને બંધ આંખો અને હાથ જોડીને હનુમાન ચાલીસા બોલી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *