70 વર્ષ પહેલા ખમણ બનાવતી વખતે થયો એવો લોચો કે આજે તે સુરતીઓ નો ખાસ રોજિંદા નાસ્તો બની ગયો…જાણો લોચાની કહાનિ

વાત કરીએ તો ગુજરાતનું જાણીતું શહેર એવુ સુરત કે જે હીરાના ઉદ્યોગ માટે ખુબજ જાણીતું છે તેમજ તેની સાથે ત્યાંની સુરતવાસી ખાસ કરીને પોતાની રહેણીકહેણીથી વધુ પ્રખ્યાત છે. આમ પણ કહેવાય છે ને કે, સુરતનું જમણ અને કાશીનું મરણ. સુરત આવો એટલે અહીંયા સુરતી ખમણ અને લોચો એટલો જ પ્રખ્યાત છે. તમને ક્યારેય વિચાર આવ્યો કે સુરતનો લોચો કંઈ રીતે બન્યો? આવો તમને તેની પાછળનું કારણ આજે જણાવીએ. તમને જાણીને 100% ગમશે. આવો તમને વિગતે જણાવીએ.

તમને જણાવીએ કે 70 વર્ષ પહેલાની વાત છે અને ખમણની દુકાનમાં ખમણ લેવા આવતા ગ્રાહકોને સાચવવા હતા. ઉતાવળમાં કારીગરે ખમણ બનાવતા ખીરુંમાં વધુ પાણી નાંખી દીધું.. શેઠને કહ્યું કે મારાથી કામમાં લોચો પડી ગયો છે. બાદમાં ગરમા ગરમ કાચુ પાકુ ખીરું આપી દીધું. જો કે આ લોચો ગ્રાહકોને એટલો બધો ભાવી ગયો કે તેનો સ્વાદ દાઢે વળગી ગયો. ખમણનું આ કાચુ-પાકુ બાફેલું ખીરું લોકોને એટલું ભાવ્યું કે, બજારમાં લોચોના નામે પ્રખ્યાત થયું. આ લોચો આજે સુરતીઓનો રોજિંદો નાસ્તો બની ગયો છે. બહારથી સેલિબ્રિટી આવે કે મહેમાન. જેના ઘરે પરોણા થાય ત્યાં સૌથી પહેલો નાસ્તો જ લોચો માગે. સાચે જ.. લોચો સુરતની ઓળખ બની ગયો છે.

આમ શહેરના જાણીતા જાની લોચો હાઉસના માલિક અમિતભાઈ જાનીએ જણાવ્યું હતું કે ‘2008માં મે મારા પિતાના માર્ગદર્શન અનુસાર લોચાની શોપની શરૂઆત કરી હતી. જોકે આજે લોચો લોકોની પહેલી પસંદ બન્યો છે. રોજના 50થી 60 કિલો ખીરાનો લોચો બનાવવામા આવે છે. કુદરતી સ્વાદ જાળવી રાખવા સાથે જાની લોચોમાં અલગ અલગ 20થી 25 જાતની વેરાયટીના લોચો પણ મળી રહે છે. જો કે તેલ, બટર અને ચીઝ ત્રણ વેરાઇટીથી લોકોના સ્વાદના બાદશાહ તરીકે ઓળખાય છે.’

તેમજ સિટીલાઈટ વિસ્તારમાં જ રહેતા મોનિકા બલદવાએ જણાવ્યું હતું કે ‘મને મોસમ પ્રમાણે લોચો ખાવાની વધારે મજા આવે છે. અલગ અલગ ફ્લેવરનો લોચો અલગ અલગ મોસમમાં હું ખાતી હોઉં છું. એમાં પણ ખાસ વાદળછાયું વાતાવરણ હોય કે વરસાદી મોસમ હોય ત્યારે ગરમાગરમ લોચો ખાવાની ખૂબ મજા આવે છે તો શિયાળાની ઠંડીમાં પણ ગરમાગરમ લોચો શરીરમાં ગરમાવો પેદા કરી દે છે. જ્યારે ઉનાળામાં પણ લોચો ખાવાની મજા આવતી હોય છે. વર્ષ દરમિયાન ક્યારેય પણ લોચો ખાઈએ પરંતુ મને અલગ અલગ મોસમમાં અલગ અલગ વેરાઈટીનો લોચો ખાવાની વધુ મજા આવે છે.’

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *