84-કડવાં પાટીદારોએ પ્રેમલગ્ન સંબંધિત કરી અનોખી ઝુંબેશ…શું છે આખી વાત ?..જાણો વિસ્તારપૂર્વક

આપણા બદલાતા સમાજમાં પ્રેમ લગ્ન એ સાર્વત્રિક રીતે માન્ય છે પરંતુ આ પ્રેમ લગ્ન જો પરિવારની સમતીથી ના થાય ને જો દીકરી ભાગીને લગ્ન કરે તો સમાજમાં આ બાબત બહુ શરમજનક ગણી શકાય…પરંતુ હવે આ બાબતને યોગ્ય રીતે વાળવા અને બેટી બચાઓ અભિયાન ને જુદી જ રીતે સાર્થક કરવા 84 કડવા પાટીદાર સમાજે એક નવા નિયમના અમલીકરણ અંગેની વાત રજૂ કરી છે. જે નીચે મુજબ છે…

84 કડવા પાટીદાર સમાજે કાર્યકારી બેઠકમાં એવો નિર્ણય કર્યો છે કે જો દીકરી ભાગીને લગ્ન કરે તો તેના લગ્ન નોંધણી અંગેની પ્રક્રિયામાં તેમના માતા-પિતાની અનુમતિ રૂપે તેમની સહી કરાવવી ફરજિયાત બનશે…અને જો આ અંગે દીકરી ના પાડે તો માતા-પિતાની મિલકતમાંથી એનો હિસ્સો આપોઆપ રદબાતલ થઈ જશે..અને ત્યારબાદ તેની સાથે કોઈ પણ પ્રકારની નાણાકીય બાબતોમાં સમાવિષ્ટ કરવામાં નહિ આવે..

આ પ્રમાણેની રજૂઆત ને કાયદાનું સ્વરૂપ આપવા મહેસાણા જિલ્લાના 84 કડવા પાટીદાર સમાજે સરકારને અપીલ કરી એક નવી જ ઝુંબેશ હાથ ધરી છે…આ અગાઉ SPG પણ આ મુદ્દાના અમલીકરણ અંગે વાત કરી ચૂક્યુ છે.જે બાબત અહીં ઉલ્લેખનીય છે..વધુમાં આ બાબત અંગે પ્રમુખ જસુ પટેલ જણાવે છે કે દીકરી એ સમગ્ર કુળને ઉજાગર કરે છે,અને જો આ રીતે દીકરીઓ ભાગી જશે તો સમાજમાં છાપ વધુ ખરાબ પડશે અને દરેક માઁ-બાપ માટે ચિંતા વધતી જશે આથી સરકારે અમલમાં મૂકેલ “બેટી બચાવો,બેટી પઢાવો”અભિયાન અંતર્ગત આ ઝુંબેશ ને અલગ રીતે અમલમાં મૂકી તેને યોગ્ય રીતે સાર્થક કરવાના પ્રયાસ કરીશું..”

સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો આ મુદ્દો એક પરિવાર માટે ચિંતાજનક સાબિત થાય છે કોઈ દીકરી અન્ય ખોટી વ્યક્તિના પ્રેમમાં આવીને ભાગી જાય તો! આથી આ માટે પ્રેમલગ્નની નોંધણીમાં એમના માઁ-બાપની સહી ફરજીયાત કરવામાં આવે જેથી આ બાબતને તેના માઁ-બાપ પણ સચોટ રીતે તપાસી શકે..જોકે દરેક સ્તરે સક્ષમ ગણાતા અને બહુ મોટા પાયે વિસ્તરેલા આ 84-કડવા પાટીદાર સમાજે વર્ષો પહેલા પ્રેમલગ્ન સંબંધિત આ ઝુંબેશના બીજ રોપ્યા હતા કેમ કે પહેલા સારી મિલ્કત ધરાવતા કે સારા ઘરની દીકરીઓ જો કોઈ લફંગા સાથે ભાગી જાય અને ત્યાર બાદ તેની સાથે લવ જેહાદ કરીને કે કોર્ટ મેરેજ કરીને એની તમામ મિલ્કતો હડપી લેતા.

પરંતુ હવે સમય જતા તેઓ આ બાબતને વધુ ગંભીરતાથી સમજ્યા છે, આથી આ સામાજિક મુદ્દાને રાષ્ટ્રીય કક્ષાએ કાયદારૂપ બનાવવા તેઓ હવે અન્ય સમાજના લોકોને પણ સમાવિષ્ટ કરશે અને આ બાબત અંગે બેઠક પણ બોલાવશે જેથી આ ઝુંબેશ વધુ તાકાતવર બને અને આ બાબત સરકાર સમક્ષ વહેલીતકે રજૂ થાય જેથી યોગ્ય રીતે વિચારસરણી થઇ આ ઝુંબેશને કાયદાના સ્વરૂપમાં ફેરવી તેનું સચોટપણે અમલીકરણ થઇ શકે …

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *