૧૦ મુ ધોરણ ભણતી વિદ્યાર્થીએ ગરીબ બાળકોને માટે એવું કર્યું કે જેની કોઈ કલ્પના પણ કરી શકે નહિ.આ વિધાર્થીએ પોકેટ મનીથી…..

કઈક કરી બતાવવાની ઈચ્છા હમેશા દરેક વ્યક્તિને આગળ વધવામાં મદદ કરી શકે છે.જો લક્ષ્ય સુધી પહોંચવા માટેની હિંમત હોય અને કઈક કરી બતાવવાનું જનૂન હોય તો ઉંમર ની સીમા જોવા મળતી નથી. જો કોઈ પણ વ્યક્તિ હોય તે સફળ થવા માંગતી હોય તો પહેલાં તો તેની પાસે હિંમત હોય અને કઈક કરી બતાવવાની ઈચ્છા હોય તો તે તેના મુકામ સુધી પહોંચી ને જ રહે છે તેને કોઈ રોકી શકતું નથી.આ જ સિદ્ધાંત એક નાના છોકરીએ અપનાવીને આજે અનેક ગરીબ બાળકોને એવી અનોખી મદદ કરી રહી છે કે જે અંગે કોઈ વિચારી પણ ન સકે.ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીએ એવું ગજબનું કામ કરી બતાવ્યું છે કે તમે પણ તેની તારીફ કરશો.

દિલ્લીમાં રહેતી આ વિદ્યાર્થી ઈશાની અગ્રવાલ છે જે તેના માતા પિતા પર જ આધાર રાખે છે.પરંતુ તેને મળતી પોકર્ટ મનીને પોતાના પર ખર્ચ કરવાનાં બદલે અન્ય બીજા બાળકોની મદદ કરતી જોવા મળે છે.રિપોર્ટમાં જાણવા મળ્યા મુજબ તેને ગાઝિયાબાદ ના ડાસના વિસ્તારમાં ગરીબ બાળકોને વાચવા માટે એક લાઇબ્રેરી ખોલવામાં તેણે યોગદાન આપ્યું છે.જેમાં ખાસ જાણવા જેવી વાત એ છે કે આ લાઇબ્રેરી ખોલવામાં યોગદાન તેના માતા પિતાએ નહિ પરંતુ આ ૧૫ વર્ષની ઈશાની એ આપ્યું છે.અને એ પણ પોતાના માતા પિતા પાસેથી મળતી પોકેટ મની ના લીધે આ યોગદાન આપ્યું છે.

ઈશાની ને અભ્યાસ પ્રત્યે પહેલેથી જ બહુ લગાવ છે.એકવાર ઈશાની અગ્રવાલ સ્કૂલની ટુર માં રાજસ્થાન ગઈ હતી.જ્યાં તેને થોડા ગરીબ બાળકોને જોયા અને તેણે મહેસૂસ કર્યું કે સંસાધનની ખામીના કારણે આ બાળકો શિક્ષા મેળવી સકતા નથી.તે સમયે જ ઈશાની એ ગરીબ બાળકોને માટે કઈક અલગ કરવાનું નક્કી કરી લીધું.ગરીબ બાળકોને માટે શિક્ષણ પહોંચી રહે તે માટે ઈશાની એ કઈક એવું કરવાનું વિચાર્યુ કે જે બાળકો શિક્ષા મેળવી શકે ત્યાં સુધી નથી પહોંચી સકતા તો એવી કરવામાં આવે કે શિક્ષા જ તેમના સુધી પહોંચી સકે.ત્યાર પછી ઈશાની તેની પોકેત મની ની સાથે સાથે દિવાળી, રક્ષાબંધન અને. જન્મદિવસ માં મળતા પૈસાને ભેગા કરવાનું શરૂ કરી દીધું .

જેનાથી તેની પાસે ૧. ૫૦ લાખ રૂપિયા જમા થઈ ગયા. ઈશાની એ જેમાં કરેલા પૈસાની મદદથી લાઇબ્રેરી ખોલવાની મદદ મળી.આ લાઇબ્રેરી માં એકસાથે ૩૫ બાળકો બેસીને વાંચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી. ઈશાની દ્વારા કરવામાં આવેલા આ કાર્યથી જિલ્લા પ્રશાસન અને ગામના લોકો તેના વખાણ કરી રહ્યા છે.દીલ્લીમાં પ્રીત વિહારમાં રહેતી ઈશાની ના પિતા વર્લ્ડ સિટી ના એક નીજી સ્કૂલના ડાયરેક્ટર પદ પર કાર્ય કરે છે.અને તેની માતા સિરોના અગ્રવાલ હાઉસ વાઇફ છે.ત્રણ મહિના પહેલા ઈશાની તેના માતા પિતા સાથે એક કાર્યક્રમમાં ગઈ હતી અને તેને પોતાની પોકેટ મનીથી ગરીબ જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવાનો નિર્ણય કર્યો

ઈશાની એ આ બાબતે એડીએમ પ્રશાસન ઋતું સુહાસ ની પાસે સલાહ લીધી. ઈશાની ના આ કાર્યને સફળ બનાવવા માટે એડીએમ પ્રશાસન એ ડાસના નગર પંચાયત માં આવેલી સરકારી સ્કૂલની પાસે આવેલા ૧૫ વર્ષથી જર્જરિત હાલતમાં આવેલા ઘરને લાઇબ્રેરી માં રૂપાંતર કરવા માટે કહ્યું .આ લાઇબ્રેરી નું ઉદઘાટન સ્વતંત્ર દિવસના રોજ ગાઝિયાબાદ ના ડીએમ માં હાથે કરવામાં આવ્યું. ઈશાની આ બંધ પડેલા ઘરને સારી રીતે રિનોવેશન કરાવી નાખ્યું છે જેમાં લગભગ દરેક પ્રકારનાં પુસ્તકો જોવા મળે છે.આ લાઇબ્રેરી ના કારણે ગરીબ બાળકોને શિક્ષણ માટેના પુસ્તકો અને બેસવાની જગ્યા પણ મળી રહેશે.ઈશાની ના આ કામ થી તેના માતા પિતા અને સાથે તેના ગામના લોકો પણ તેના આ કામની સરાહના કરી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.