આણંદ માં મળી આવી ૧૭ ફૂટ ઉચી શિવલિંગ ની પ્રતિકૃતિ, જેને જોવા લાખો ભક્તો ઉમટી પડ્યા…

જ્યાં જ્યાં શ્રાધ્ધ હોય છે ત્યાં પુરાવા ની જરૂર નથી પડતી તે બાબત આજે અહી સાબિત થાય છે કેમ કે ભગવાન ભક્તોને પોતાના પરચા કોઈ ન કોઈ રૂપમાં આપતા હોય છે આપડે તો માત્ર ભગવાન પર શ્રધ્ધા  જ રાખવાની હોય છે.  આપણને અત્યાર સુધીમાં ભગવાન દ્વારા તેમના હોવાના ઘણા પરચા જોવા મળ્યા છે જેનાથી ભક્તો ને આસ્થા કાયમ રહી છે. ભગવાન પોતાના પરચા આપી ભક્તો ને તેમના દુનિયામાં હોવાના પુરાવા આપતા જોવા મળે છે. આજે આપણે એક એવા જ કિસ્સા વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં સ્વયંભુ શિવલિંગ બન્યું છે અને અહિયાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે.

આણંદ ના બોરસદથી થોડા જ કિલોમીટરની દુરી પર આવેલું અલારસા ગામમાં આજે એક એવો કિસ્સો જોવા મળ્યો છે જેનાથી આ ગામ બહુ ચર્ચામાં જોવા મળયુ છે. આથી થોડા દિવસો પહેલા જ ગામના અભેતાપુરા વિસ્તારમાંથી એક પ્રતિકૃતિ શિવલિંગ મળી આવી છે આ પ્રતીકૃતિ અંદાજીત ૧૫ થી પણ વધારે ઉચાઇ ધરાવે છે. આ વાતની માહિતી મળતા જ  ગામના ને આસપાસના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. આ શિવલિંગ દેખાવમાં એવી અદ્ભુત છે કે લોકો તેને જોવા મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને આ શિવલિંગ ના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

અહિયાં આજે હજારો લોકો દર્શને આવી ગયા છે આ જગ્યા પર ભક્તો આવે છે અને ભજન કીર્તન કરી ભગવાનના ગુણગાન ગાય છે. આ ઘટના ને જોતા તમામ લોકો સ્વયંભુ  શિવલિંગ આવ્યું હોય એવું જણાવી રહ્યા છે. જયારે પહેલા આ વાત ની જાણ  ગામમાં થઇ ત્યારે આસપાસના ગામના લોકો અહી આવતા હતા પરંતુ જેમ જેમ આ અંગે ની જાણ બીજા જીલ્લાના લોકો ને થઇ એમ તેઓ  પણ આ શિવલિંગ ના દર્શન કરવા આવે છે અને આ શિવલિંગ ને જોવે છે.

પુરાતત્વ વિભાગ ને આ શિવલિંગ કેટલું જુનું છે તેનો તો ખ્યાલ નથી આવ્યો. પરંતુ તેના વિષે તપાસ હાથ ધરવામાં આવી છે. આ બધા ભક્તો શ્રધ્ધાથી શિવલિંગ ના  દર્શન કરવા આવે છે અને થોડા જ સમય પછી મંદિર પણ બનાવવામાં આવશેએવું જાણવા મળી રહ્યું છે. ગામના લોકો માની રહ્યા છે કે આ શિવલિંગ બહુ જ જુના સમયથી પહેલાનું હોવાની આશંકા છે અને આ શિવલિંગ અમારી સામે ત્યારે આવ્યું જયારે રેલ્વે માટે તળાવ નું ખોદકામ ચાલતું હતું ત્યારે આ ખોદકામ કરતા સમયે ૧૭ ફૂટ ઉચી શિવલિંગ ની પ્રતીક્રતી જોવા મળી હતી. આ શિવલિંગ ને જોવા અત્યાર સુધીમાં લાખો ભક્તો દર્શન કરવા આવી પહોચ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *