17 વર્ષના વિધ્યાર્થીએ બનાવી મહિલા રોબોટ ! તેની ખાસિયત જાણશો તો ચોકી જશો કે આ રોબોટ ઘર…જાણો
સોશિયલ મીડિયાનો ઉપયોગ વધાતાની સાથે ઘણા એવા અજીબ ગરીબ કિસ્સાઓ સામે આવતા હોય છે કે જે આપણને સ્તબ્ધ કરી દેતા હોય છે થોડા સમય પહેલા જ એક ગામમાં ડેલી વર્કરે કમાલ કર્યું હતું જેમાં તેઓએ પોતાની દિવ્યંગ દીકરીના માટે એક રોબોટ તૈયાર કર્યો હતો જે દીકરીની સારસંભાળ રાખે અને તેને જમાડી સકે. હાલમાં પાછો આવો જ એક કિસ્સો સામે આવી રહ્યો છે કે જેમાં કેરળના એક 17 વર્ષના વિધ્યાર્થી એ મહિલા રોબોટ બનાવી છે જેની ખાસિયત જાણશો તો હેરાન રહી જશો.
17 વર્ષના આ યુવાને પોતાની એવી જબરદસ્ત પ્રતિભા દર્શાવી છે કે જોઈને તમને પણ આંચકો લાગસે. આ યુવાને એક મહિલા રોબોટનું નિર્માણ કર્યું છે. જે રસોઈના દરેક કામ કરે છે અને સાથે જ જમવાનું અને પાણી પણ સર્વ કરે છે. વાસ્તવમાં આ કિસ્સો કેરળના કન્નુર જિલ્લાના રહેવાસી મોહમ્મદ શિયાદ નો છે કે જે 17 વર્ષની ઉમર ધરાવે છે.મીડિયા રિપોર્ટ અનુસાર આ યુવાનને આવો રોબોટ બનાવવા અંગેનો વિચાર કોરોના સમય દરમિયાન આવ્યો હતો.
જ્યારે તે પોતાની માતાને ઘર કામમાં મદદ કરવા ને તેમની દેખભાળ કરવા માટે ની યોજના બનાવવાનું વિચારી રહ્યો હતો. તેને વિચાર્યું કે માતાને મદદ કરવા માટે કઈક કરવું જોઈએ. આથી ત્યાર પાછી તેને આ કામ કરવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન જ આ યુવાનને સ્કૂલમાં એક પ્રોજેકટ બનાવવાનું કહેવામા આવ્યું અને આમ તેને મહિલા રોબોટ બનાવ્યો.આ રોબોટને બનાવવાં માટે તેને પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ શીટ,ફિમેલ ડમી,સરવિંગ પ્લેટ વગેરે વસ્તુનો ઉપયોગ કર્યો છે.
આ યુવાને જણાવ્યુ હતું કે આ રોબોટમાં એક અલ્ટ્રા સોનિક સેન્સર લગાડવામાં આવ્યું છે. અને આ સેન્સરના આધારે તેને સંચાલિત અને નિયંત્રણમાં લાવી સકે છે. આ રોબોટ બનાવવા માટે તેને 10 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. તેને જણાવ્યુ હતું કે આ રોબોટ તેમના માતાની દરેક કામમાં મદદ કરે છે. આ રોબોટનું નામ તેને પથુતી રાખ્યું છે. આ સાથે જ આ મહિલા રોબોટને એક યુવતીનું આઉટફિટ પહેરવામાં આવ્યું છે. આ રોબોટ રસોઈ માં પણ મદદ કરે છે, ડાઈનિંગ ટેબલ પર જમવાનું પણ પરોસે છે પાણી પણ આપે છે. હાલમાં આ રોબોટની ચર્ચા મોટા પ્ર્મનમાં થઈ રહી છે.