ફેમસ કોમેડીયન જીતુ ગુપ્તાના એકના એક 19 વર્ષીય પુત્રનું થયું દુઃખદ નિધન! દુઃખ વ્યક્ત કર્તા બોલ્યા કે ‘મેરા…
મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક મોત નો દુઃખદ મામલો સામે આવી રહ્યો છે. જેમાં ભાબીજી ઘર પર હૈ’ના એક્ટરના દીકરાનું મોત! જીતુ ગુપ્તાના 19 વર્ષીય પુત્રનું થયું દુઃખદ નિધન. આવી તમને તેના વિશે વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો બે મહિના પહેલાં ટીવી એક્ટર દીપેશ ભાનનું અવસાન થયું હતું. દીપેશ ભાન ટીવી સિરિયલ ‘ભાબીજી ઘર પર હૈ’માં મલખાનનો રોલ ભજવતો હતો. દીપેશના આકસ્મિક અવસાનથી ચાહકો જ નહીં સેલેબ્સને પણ આઘાત લાગ્યો હતો. હવે આ જ શો સાથે જોડાયેલ એક્ટર જીતુ ગુપ્તાના 19 વર્ષીય દીકરાનું અવસાન થયું છે. સિરિયલમાં જીતુ ડૉક્ટરનો રોલ પ્લે કરે છે. જીતુ ગુપ્તાનો દીકરો આયુષ છેલ્લાં થોડાં સમયથી હોસ્પિટલમાં એડમિટ હતો.
આમ કોમેડિયન સુનીલ પાલે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે જીતુ ગુપ્તાનો દીકરો હવે આપણી વચ્ચે નથી. આ સાથે સુનીલ પાલે આયુષની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. જીતુ ગુપ્તાએ દીકરાની તસવીર સો.મીડિયામાં શૅર કરીને કહ્યું હતું, ‘મારો બાબુ આયુષ નથી રહ્યો. આ પહેલાં જીતુ ગુપ્તાએ દીકરો હોસ્પિટલમાં એડમિટ હતો, તેની તસવીર શૅર કરી હતી. જીતુ ગુપ્તાએ દીકરો હોસ્પિટલમાં એડમિટ હોય તે તસવીર શૅર કરી હતી.
આમ વધુમાં જીતુએ કહ્યું હતું, ‘મારા દીકરા આયુષ અંગે જાણ્યા બાદ તમામના સતત ફોન આવી રહ્યા છે. હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમે માત્ર આશીર્વાદ આપો અને ભગવાનને પ્રાર્થના કરો, કારણ કે હાલમાં તેની તબિયત ઘણી જ ગંભીર છે. હું હાલમાં વાત કરવાની સ્થિતિમાં નથી.’ જીતુએ દીકરાના અવસાન પહેલાં દીકરાની સ્થિતિ અંગેની પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું કે દીકરો વેન્ટિલેટર પર છે અને હાલત ઘણી જ ખરાબ છે. મહેરબાની કરીને દીકરા માટે પ્રાર્થના કરો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.