રાજકોટમાં 20 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું ! સ્યુસાઇડ નોટ વાંચી ધ્રુજી ઉઠશો, લખ્યું કે “મારા…
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક ૨૦ વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું છે. તેમજ એક સ્યુસાઇડ પણ મળી આવી છે આવો તમને આ પુરી ઘટના વિગતે જણાવીએ.
આ આપઘાતની ધ્રુજાવી દેતી ઘટના રાજકોટ શહેરના નાનામવા રોડ પર આવેલા લક્ષ્મીનગર વિસ્તારમાંથી સામે આવી રહી છે જ્યા રહેતી શીતળ ખીમજી પારઘી નામની 20 વર્ષીય યુવતીએ વહેલી સવારે પોતાના જ ઘરે ઉપરના મળે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું. આ બનાવની જાણ પરિવારને થતા તેના પર દુઃખનું આભ ફાટી પડ્યું હતું. તેમજ પોલીસને જાણ થતા તેઓ તરતજ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.
શિતલ સ્વભાવથી જ તામસી હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. તેમજ જે રૂમમાં પગલું ભર્યુ ત્યાંથી એક સ્યુસાઈડ નોટી મળી આવી હતી. તેમાં લખ્યું હતું કે, ‘મારા આ પગલાં પાછળ પરિવારનું કોઈ વ્યક્તિ જવાબદા૨ નથી.’ જોકે, સત્યકા૨ણ જાણવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. થયું એવું કે શીતલે પહેલા કપડા ધોયા જે બાદ શીતલે તેની નાની બહેનને કહ્યું કે, હું કપડાં સુકવવા ઉપ૨ જાઉં છું.
ત્યા૨બાદ એક કલાક જેટલો સમય વીતી ગયા છતાં શિતલ નીચે ન આવતા નાની બહેન આ૨તી ઉપ૨ના રૂમમાં જોવા ગઈ હતી. ત્યાં શિતલનો મૃતદેહ લટક્તો જોઈ બુમાબુમ કરી હતી. ત્યા૨બાદ આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા. જે બાદ 108 પણ બોલવવામાં આવી હતી જે બાદ તેણીનો મૃતદેહ નીચે ઉતારી પોસ્ટમાર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો