પટનામાં ૨૧ વર્ષની યુવતી એ કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં લખ્યું કે, મને માફ કરજો મેં પ્રેમ કરી ને ભૂલ કરી છે અને પછી …

હાલમાં આત્મહત્યાના કિસ્સા બહુ જોવા મળે છે લોકો નાની વાતો માં પણ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરી લેતા હોય છે. હાલમાં તો આવી આત્મહત્યા નું પ્રમાણ મોટા શહેરોમાં એટલું વધતું જોવા મળ્યું છે કે રોજ આવા અનેકો દર્દનાક અને દિલ ને હચમચાવી દેતા કિસ્સા સામે આવતા હોય છે. આજકાલ  આવા મોટા શહેર માં તરુણો અને યુવાનો આવું પગલું ભરતા વધારે જોવા મળે છે આવું પગલું ભરવા પાછળનું કારણ પણ ઘણી વાર તો સમાજ ને ખબર પડતી નથી હાલમાં નાના બાળકો પણ આવા  દિલને ઝંજોળી નાખે એવા આત્મહત્યા ના કિસ્સા સામે આવતા હોય છે. આજે પણ એક દિલને રડવા પર મજબુર કરતો એક કિસ્સો સામે આવ્યો છે

બિહાર ની રાજધાની પટનામાં એક ૨૧ વર્ષ ની યુવતી એ આત્મહત્યા કરી. શનિવારે બપોરે તેની  લાશ રૂમ માંથી મળી હતી. આત્મહત્યા કરતા પહેલા યુવતી એ સુસાઇડ નોટ માં તેણે પોતાના માતા પિતા પાસે માફી માંગી હતી અને સુસાઇડ નોટ માં લખ્યું હતું કે, મારા થી ભૂલ થઇ ગઈ છે મેં પ્રેમ કર્યો છે. અને સાથે તેણે એ પણ જણાવ્યું કે મેં બહુ જ વિચારી ને આ નિર્ણય લીધો છે મારી પાસે હવે કોઈ રસ્તો બચ્યો નથી .આ નોટ તેની લાશ ની પાસેથી મળી હતી.

આ ઘટના પટનાના દાનાપુર ની છે આ દીકરી નું નામ ઇશરત પરવીન છે. જેની ઉમર ૨૧ વર્ષ ની છે આ યુવતી પિઝ્ઝા હટ માં નોકરી કરતી હતી. તેણે પોતાના કોઈ અંગત કારણો  ના લીધે ફાસી ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સ્થાનિક લોકો નું કહેવું છે કે, યુવતી એક સ્થનિક છોકરા ની સાથે પ્રેમના સબંધમાં હતી. થોડા દિવસ પહેલા જ તે ઘર થી ભાગી પંજાબ ચાલી ગઈ હતી. અને તેણે તે છોકરા ની સાથે લગન કરી લીધા હતા. આ વાત તેણે પોતાની સુસાઇડ નોટ માં લખેલી છે તેણે એ પણ લખ્યું છે કે મારાથી ભૂલ થઇ ગઈ છે કે મેં પ્રેમ કરયો છે.

હું જાણું છુ કે લોકો હજુ પણ મને લોકો એ જ પ્રેમ અને ભરોસો આપસે જ ,પરંતુ હું આ પ્રેમ ને લાયક નથી મેં થાણા માં ખોટું બયાન આપી બહુ મોટી ભૂલ  કરી છે. I AM SORRY’  ભલે મારા અને એના બધાની સામે લગ્ન નથી થયા પણ અમે બન્ને એ લગ્ન કરેલા છે. તેણે કોઈ દિવસ મારી સાથે જબરદસ્તી કરી નથી. આવું લખ્યા બાદ તેણે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઘટના બાદ પરિવારના લોકો માં બહુ જ શોક પ્રસરી ગયો હતો. આ સુચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોચી અને લાશ ને પોસ્તમોટમ માટે મોકલવામાં આવી હતી.પોલીસ ના અનુસાર યુવતી એ આત્મહત્યા કર્યા ની વાત સામે આવી છે આ સાથે જ એક સુસાઇડ નોટ પણ મળી છે. યુવતીના પરિવાર ના લોકો એ અત્યાર સુધી કોઈ ફરિયાદ નોંધાવી નથી. આ ઘટના અંગેની આગળ ની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.