૨૮ વર્ષની યુવતીએ આપઘાત કરી પોતાનું જીવન ટુંકાવ્યું, અને સુસાઇડ નોટમાં લખ્યું કે સોરી મમ્મી, સોરી પપ્પા મારા મૃત્યુનું કારણ…
હાલ રાજ્યમાં અને દેશમાં ઘણા આપઘાતના મામલાઓ જોવા મળી રહ્યા છે જેની પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિની સાથેજ તે દબાઈ જતું હોઈ છે. આજના સમયમાં લોકો કોઈ પણ કારણોસર મરવા પડી જતા હોઈ અને આપઘાત જેવા પગલા ભરતા હોઈ છે. હાલ એક તેવોજ કિસ્સો સમો આવી રહ્યો છે.
એક ૨૮ વર્ષની યુવતીએ સોમવારનાં રોજ ભાડાના મકાનમાં ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધું છે. આ ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. તેમજ પોલીસની તપાસ દરમિયાન એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈ પોલીસે સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે. સોમવારનાં રોજ બપોરના સમયે પોલીસને માહિતી મળી હતી કે, ઉષા રાની પંખા સાથે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે.
આમ ત્યારપછી પોલીસે ઉષા રાનીનાં મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટ માર્ટમ માટે મોકલી આપી હતી. આ ઘટના પટનામાં બની હતી. ઉષા રાની નામની યુવતી ફુલવારી શરીફની વૃંદાવન કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતી હતી. તેમજ જ્યારે ઉષા રાની એ સુસાઈડ કર્યું ત્યારે એક સુસાઈડ નોટ પણ લખ્યું હતું જેમાં તેણે એમ લખ્યું હતું કે ‘સોરી મમ્મી, સોરી પપ્પા’, જ્યારે મારા મૃત્યુનું કારણ શીતલ ટોપોનો પુત્ર અમિત ટોપો છે. આમ જે પછી આ સુસાઈડ નોટ નાં આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આમ એક પરિવારની ખુશીના માહોલ પર દુઃખ આવી પડ્યું અને સમગ્ર પરિવાર રડી રડીને બેહાલ થઇ ગયુ છે. આમ વધુ માહિતી એ મળી છે કે ઉષા કોઈ અમિત નામના યુવક સાથે પ્રેમમાં હતી. આમ જે પછી બંને વચ્ચે કોઈ વાત ને લઇ વિવાદ થયો હતો. આ કારણોસર ઉષાએ પોતાનું જીવન ટુંકાવ્યું હશે.