ભગવાન દ્વારકાધીશના પરમ ભક્ત પરિવાર દ્વારા શ્રીજીને 325 ગ્રામ સોનાના હાર સહીત… ભેટ ચડાવી

મિત્રો જેમ તમે જાણોજ છો કે જયારે જયારે પણ વ્યક્તિ પર મોટુ સંકટ આવી પડતું હોઈ છે ત્યારે તે ભગવાન ને યાદ કરતા હોઈ છે અને ઘણીવખત સંકટ દૂર થતાં તી ભગવાન નો આભાર પણ માનતા હોઈ છે અને ભગવાન ને અલગ અલગ ભેટ પણ આપતાં હોઈ છે. તેવીજ રીતે દ્વારકા જગતમંદિરની ખ્યાતિ દેશ પરદેશમાં ખુબ વધતી જાય છે. જેથી દિનપ્રતિદિન ભક્તોની સંખ્યા ખુબ વધી છે. પોતાની મનોકામના પૂર્ણ થતા ભક્તો ધન્યવાદ સાથે ભેટ સોગાદ ધરતા હોય છે.

વાત કરીએ તો અહી જગતમંદિરમાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા, શ્રીજીને ધન્યવાદની સાથે અવનવી ભેટ સોગાદો એમના ચરણોમાં ધરાવે છે. આમ આસ્થા સાથે ભેટ અને સોગાદ તેમના ચરણોમાં અર્પણ કરતા હોય છે. આજના તારીખ 06.09.22 ના પવિત્ર દિવસે શ્રી દ્વારકાધીશજીના પરમ ભક્ત પરિવાર દ્વારા શ્રીજીને સોનાનો હાર તથા 1 ગંઠો અર્પણ કરવામાં આવ્યા. જે સોનાનું વજન અંદાજે 325 ગ્રામ છે. આ રીતે ભક્તોએ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં ભેટ મુકી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

આ સિવાય ભગવાન દ્વારકાધીશના અન્નકૂટના દર્શનનો લ્હાવો લેવા ભક્તો મોટી સંખ્યામાં જગતમંદિર ખાતે ઉમટી પડ્યા હતા. આમ આ સાથે મંદિર વિશે વાત કરીએ રો આ સ્થળ પ્રાચિન દ્વારિકા નગરી અને વૈદિક યુગમાં રચાયેલ મહાભારતના કૃષ્ણ સાથે સંકળાયેલું હોવાથી, તે હિંદુઓ માટેનું પવિત્ર તીર્થસ્થાન છે. તે શ્રી કૃષ્ણના સંબંધીત ત્રિપુટી પરિકમ્માઓ- હરિયાણા રાજ્યના કુરુક્ષેત્રની ૪૮ કોસ પરિક્રમા, ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરાની વ્રજ પરિક્રમા અને ગુજરાત રાજ્યના દ્વારકાધીશ મંદિરની દ્વારકા પરિક્રમા એમ ત્રણ પરિક્રમાઓમાંની એક છે.

મંદિરની ઉપર ધ્વજ સૂર્ય અને ચંદ્રને બતાવે છે, જે એવું બતાવે છે કે પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર અસ્તિત્વમાં છે ત્યાં સુધી કૃષ્ણ રહેશે.[૧૦] દિવસમાં પાંચ વખત ધ્વજ બદલવામાં આવે છે, પરંતુ પ્રતીક તેનું તે જ રહે છે. આ મંદિર બાવન સ્તંભો પર બંધાયેલી પાંચ માળની રચના ધરાવે છે જે ૭૨ સ્તંભો પર ચણાયેલું છે. મંદિર ૭૮.૩ મીટર ઉંચું છે.[૧૧] મંદિર ચૂનાના પત્થરથી બનાવવામાં આવ્યું છે જે હજી પણ પ્રાચીન સ્થિતિમાં છે. આ મંદિરમાં બાંધકામ પછીના અનુગામી શાસક રાજવંશો દ્વારા કરવામાં આવેલી જટિલ શિલ્પ કૃતિ દર્શાવે છે અલબત્ આ કાર્યો થકી માળખું વધારે વિસ્તૃત કરવામાં આવ્યું નહોતું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.